Face of Nation 27-12-2021: ગુજરાતમાં કોરોનાના આંકડાઓ રોજે રોજ પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાનાં 204 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 65 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,363 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ ગગડીને 98.65 ટકાએ પહોંચ્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ાજે 4,02,136 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1086 એક્ટિવ કેસ છે. જે પૈકી 14 નાગરિકો વેન્ટિલેટર પર છે. 1072 સ્ટેબલ છે. 8,18,363 ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10114 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે જામનગર કોર્પોરેશનમાં એખ દર્દીનું મોત થયું છે. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 98, રાજકોટ કોર્પોરેશન 33, સુરત કોર્પોરેશન 22, વડોદરા કોર્પોરેશન 16, ગાંધીનગર કોર્પોરેશન, ખેડામાં 4-4, મહીસાગર-રાજકોટમાં 3-3, અમદાવાદ, આણંદ, ભરૂચ અને કચ્છમાં 2-2, બનાસકાંઠા, ભાવનગર કોર્પોરેશન, દાહોદ, જામનગર કોર્પોરેશન, જુનાગઢ કોર્પોરેશન, મહેસાણા, નવસારી, પંચમહાલ, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 7ને પ્રથમ, 2558 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 13944 નાગરિકોને રસીનો પ્રથમ અને 87118 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 44380 ને પ્રથમ 254129 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં 4,02,136 રસીના ડોઝ આજે અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,85,98,366 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).