Home News સુરત હીરા બજારમાં મંદીનો માર:ડાયમંડ કંપની દ્વારા 70 જેટલા રત્નકલાકારોને અચાનક છુટ્ટા...

સુરત હીરા બજારમાં મંદીનો માર:ડાયમંડ કંપની દ્વારા 70 જેટલા રત્નકલાકારોને અચાનક છુટ્ટા કરી દેવાયા

રત્નકલાકાર સંઘને રજૂઆત કરવામાં આવી

Face Of Nation:સુરતઃ લાલ દરવાજા ખાતે જે બી એન્ડ બ્રધર્સ ડાયમંડ કંપની દ્વારા કારીગરોને છુટા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. 70 જેટલા કારીગરોને છુટ્ટા કરતા કારીગરોમાં રોષ જેવા મળી રહ્યો છે. આજે તમામ કારીગરો ભેગા થઈ સુરત રત્નકલાકર સંઘને રજુઆત કરવા પહોંચ્યા હતા.

8થી 15 વર્ષથી કામ કરતાને છુટ્ટા કરાયા

રત્નકલાકારોએ જણાવ્યું હતું હતું કે, લાલ દરવાજા પટેલ વાડી ખાતે આવેલી જે બી એન્ડ બ્રધર્સ ડાયમંડ કંપનીમાં છેલ્લા 8થી લઈને 15 વર્ષથી કામ કરી રહ્યા છીએ. અમને 70 જેટલા રત્નકલાકારોને અચાનક છુટ્ટા કરી દેવામાં આવ્યા છે. કંપની દ્વારા મંદીના કારણે કામ ન હોવાથી છુટ્ટા કર્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.

મંદીના કારણે નિર્ણય લેવાયોઃકારખાનેદાર

હાલ ડાયમંડ માર્કેટ મંદીનો સામનો કરી રહ્યું છે. હાલ કંપનીમાં એક યુનિટના કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યાં છે. તેમની સાથે તમામ વ્યવહારિક વાત સાથે વ્યવહાર પુરો કરવામાં આવ્યો છે. આગામી સમયમાં ફરી સારો સમય આવશે ત્યારે આ બધા કારીગરોને ફરી કામ પર લેવામાં આવશે.