Home Sports ગુજરાતી ક્રિકેટર ઇરફાન પઠાણના ઘરે પધાર્યો નાનો મહેમાન, પત્ની સફા બેગએ દીકરાને...

ગુજરાતી ક્રિકેટર ઇરફાન પઠાણના ઘરે પધાર્યો નાનો મહેમાન, પત્ની સફા બેગએ દીકરાને જન્મ આપ્યો

Face of Nation 28-12-2021: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અને સ્ટાર ગુજરાતી ક્રિકેટર ઇરફાન પઠાણના ઘરે નાનો મહેમાન પધાર્યો છે. ઇરફાનની પત્ની સફા બેગએ દીકરાને જન્મ આપ્યો છે. ઇરફાને મંગળવારે ટ્વીટ કરીને આની જાણકારી આપી છે. ઇરફાન અને સફા અને બીજીવાર માતા-પિતા બન્યા છે. ઇરફાને ટ્વીટર પર પોતાની તસવીર શેર કરીને બાળકના નામનો પણ ખુલાસો કર્યો છે. તેને કહ્યું બાળક અને માતા બન્ને સ્વસ્થ છે.

ઇરફાને બાળકની પહેલી તસવીર શેર કરતા ટ્વીટ કર્યુ- સફા અને હુ દીકાર સુલેમાન ખાનનુ સ્વાગત કરીએ છીએ, બાળક અને માં બન્ને ઠીક અને સ્વસ્થ છે. આશીર્વાદ.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને સ્વિંગના કિંગ નામથી જાણીતા ઇરફાન પઠાણે 35 વર્ષની ઉંમરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો. ભારત માટે ઇરફાન પઠાણે 29 ટેસ્ટ, 120 વન ડે અને 24 ટી-20 મેચ રમી છે. ઇરફાન પઠાણે 29 ટેસ્ટ મેચમાં 100 વિકેટ ઝડપી છે અને એક ઇનિંગ્સમાં તેનું બેસ્ટ પ્રદર્શન 59 રન આપીને 7 વિકેટ રહ્યું છે જ્યારે એક ટેસ્ટમાં તેનું બેસ્ટ પ્રદર્શન 126 રન આપીને 12 વિકેટ રહ્યું છે.

વન ડેની વાત કરીએ તો તેણે 120 વન ડે મેચમાં 173 રન બનાવ્યા છે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 27 રન આપીને 5 વિકેટ રહ્યું છે.જ્યારે 24 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં તેણે 28 વિકેટ ઝડપી છે અને તેનું બેસ્ટ પ્રદર્શન 16 રન આપીને 3 વિકેટ રહ્યું છે.

ઇરફાન પઠાણે વર્ષ 2003માં 12 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ડેબ્યૂ કર્યુ હતું. ભારત માટે તેણે અંતિમ ટેસ્ટ મેચ 5 એપ્રિલ 2008માં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમી હતી. વન ડેની વાત કરીએ તો તેણે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 9 જાન્યુઆરી 2004માં ડેબ્યૂ કર્યુ હતું અને ભારત માટે અંતિમ વન ડે 4 ઓગસ્ટ 2012માં શ્રીલંકા વિરૂદ્ધ રમી હતી. ઇરફાન પઠાણે ટીમ ઇન્ડિયા માટે પ્રથમ ટી-20 મેચ એક ડિસેમ્બર 2006માં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ જ્યારે અંતિમ મેચ 2 ઓક્ટોબર 2012માં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમી હતી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).