Home Uncategorized 23 રાજ્યોમાં પહોંચી ચુક્યો ઓમિક્રોન, પુડુચેરીમાં પણ આવ્યા ઓમિક્રોન પોઝિટિવ કેસ,

23 રાજ્યોમાં પહોંચી ચુક્યો ઓમિક્રોન, પુડુચેરીમાં પણ આવ્યા ઓમિક્રોન પોઝિટિવ કેસ,

Face of Nation 28-12-2021: દેશમાં કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ 23 રાજ્યોમાં પહોંચી ચુક્યો છે. અત્યાર સુધી આ વેરિએન્ટના કુલ 658 કેસ સામે આવી ચુક્યા છે, જ્યારે 186 લોકો સાજા થઈ ગયા છે. દેશના અનેક રાજ્યોએ ઓમિક્રોનના વધી રહેલા કેસને જોતા પ્રતિબંધો લાગૂ કરી દીધા છે. હવે ઓમિક્રોનના કેસ પુડુચેરીથી પણ સામે આવ્યા છે.

મધ્ય પ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક બાદ હવે દિલ્હીમાં પણ રાત્રી કર્ફ્યૂ લાગૂ કરી દેવામાં આવ્યું છે. આ વચ્ચે કર્ણાટકે રાત્રી કર્ફ્યૂ લાગૂ કરવાની જાહેરાત કરી છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કે. સુધાકરે કહ્યુ કે, રાત્રે 10થી સવારે 5 કલાક સુધી રાત્રી કર્ફ્યૂ રહેશે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6358 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 6450 લોકો સાજા થયા છે. દેશમાં હજુ 75456 કોરોનાના એક્ટિવ કેસ છે. કોરોનાનો રિકવરી રેટ 98.40 ટકા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).