Home World પાકિસ્તાની રૂપિયાની વેલ્યૂ ગગડી, અમેરિકી ડોલરના મુકાબલે પાકિસ્તાની રૂપિયામાં 30.5 ટકાનો ઘટાડો

પાકિસ્તાની રૂપિયાની વેલ્યૂ ગગડી, અમેરિકી ડોલરના મુકાબલે પાકિસ્તાની રૂપિયામાં 30.5 ટકાનો ઘટાડો

Face of Nation 28-12-2021:  પાકિસ્તાની રૂપિયાની સ્થિતિ ખરાબ છે. પાકિસ્તાની રૂપિયો વર્ષ 2021માં વિશ્વમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર કરન્સીમાં છે. પાકિસ્તાની રૂપિયો વર્ષ 2021ની શરૂઆતથી આશરે 12 ટકા અને મેના મધ્યમાં 152.50 ડોલરના નિચલા સ્તર પર 17 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યા છે.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2021ના અંત સુધી પાકિસ્તાન સરકારે ઇકોનોમીને સ્થિત કરવા માટે એકવાર ફરી આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) નો દરવાજો ખખડાવવો પડ્યો છે. ડોને જણાવ્યુ કે સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાને રૂપિયો સ્થિત કરવા માટે ઘણા ઉપાય કર્યા છે. ફેડરલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (FIA) એ અમેરિકી કરન્સીના આઉટફ્લોને પ્રતિબંધિત કરવા અને તેની માંગને ઓછી કરવા માટે જમાખોરો અને તસ્કરો પર સતત કાર્યવાહી કરી રહી છે.

પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનની હાલની સરકાર હેઠળ છેલ્લા ત્રણ વર્ષ અને ચાર મહિનામાં અમેરિકી ડોલરના મુકાબલે પાકિસ્તાની રૂપિયામાં 30.5 ટકાનો ઘટાડો થયો છે. પાકિસ્તાની રૂપિયાનું મૂલ્ય ઓગસ્ટ 2018માં ડોલરના મુકાબલે 123 રૂપિયાથી ઘટીને ડિસેમ્બર 2021માં 177 રૂપિયો થઈ ગયો છે. છેલ્લા 40 મહિનામાં તે 30.5 ટકાનો ઘટાડો થયો છે. આ  તેને દેશના ઈતિહાસમાં કરન્સીના હાઈ ડીવેલ્યૂએશનમાંથી એક બનાવે છે.

આ પહેલા પાકિસ્તાનની કરન્સીનું આટલું વધુ અવમૂલ્યન આશરે 50 વર્ષ પહેલા થયું હતું જ્યારે પશ્ચિમી પાકિસ્તાન આઝાદ બાંગ્લાદેશ બન્યું હતું. તે સમયે અમેરિકી ડોલરની તુલનામાં પાકિસ્તાની રૂપિયો 58 ટકા ઘટીને 4.6 રૂપિયાથી 11.1 રૂપિયો થઈ ગયો હતો.

પાકિસ્તાનની કરન્સીની સ્થિતિને લઈને પાકિસ્તાનના પૂર્વ આર્થિક સલાહકાર ડોક્ટર અશફાક હસન ખાને કહ્યુ છે કે આર્થિક નીતિ નિર્માણ સંપૂર્ણ રીતે પડી ભાગ્યું છે કારણ કે દેશની રાજકોષીય ફિસિકલ પોલિસી અને એક્સચેન્જ રેટ નીતિઓને અધીન થઈ ગઈ છે. તેમણે આગળ કહ્યું કે, પબ્લિક ડેબ્ટ, ડેબ્ટ સર્વિસ, વગેરેને કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).