Home News જુડો મેચ રમવા ગયેલા રાજકોટના વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, 3ના મોત

જુડો મેચ રમવા ગયેલા રાજકોટના વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, 3ના મોત

Face of Nation 29-12-2021:  બગોદરા પાસે ટ્રક અને તુકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 9 જેટલા વિદ્યાર્થીઓને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બગોદરા તારાપુર હાઈવે પર ટ્રક પાછળ તુફાન કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો.

આ અંગેની વિગતો એવી છે કે, આ અકસ્માતમાં રાજકોટના ૩ વિદ્યાર્થીઓના અકસ્માતમા મોત નીપજ્યા છે. રાજ્યકક્ષાની જુડાની મેચ રમવા ગોધરા ગયા હતા. એક વિદ્યાર્થિની અને બે વિદ્યાર્થીના મોત નીપજ્યા છે. ગોધરાથી પરત ફરતા અકસ્માત નડ્યો હતો. અન્ય ૯ જેટલા વિદ્યાર્થીને અમદાવાદ સિવિલ સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતની જાણ થતાં બગોદરા પોલીસ અને ૧૦૮ની ટીમ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.

ઠંડીના મોસમમાં વાતાવરણમાં ઘુમ્મસ છવાયેલુ રહે છે. તેમાં પણ મોડી સાંજથી લઈને વહેલી સવારે રસ્તા પર ધુમ્મસ હોય છે. જેની સીધી અસર વાહનચાલકો પર થતી હોય છે. આવામાં અકસ્માતોના અનેક બનાવો બનતા હોય છે. ત્યારે અમદાવાદ બગોદરા ધોળકા રોડ પરથી પસાર થઈ રહેલા તૂફાન ગાડીને ટ્રક દેખાઈ ન હતી. જેથી તૂફાન ગાડી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા એક વિદ્યાર્થીની અને બે વિદ્યાર્થીના મોત થયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).