Face of Nation 29-12-2021: સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ફરી એક વાર કોરોના પોતાનું માથું ઉંચકી રહ્યું છે. ત્યારે સુરતમાં જાણે કોરોની ત્રીજી લહેરે દસ્તક દીધી હોય તેમ માત્ર એક જ દિવસમાં 50 થી વધુ કોરોનાના દર્દીઓ નોધાયા છે. જેમાંથી 10 તો શાળાએ ભણતા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છેય. એમાંય પણ સુરતનો અઠવા ઝોન પુનઃ એક વખત હોટસ્પોટ બન્યો છે. કારણે માત્ર એક જ દિવસમાં અઠવા ઝોનમાં 34 કેસ નોધાયા છે. આ સાથે સેન્ટ્રલ ઝોન 1 કેસ, વરાછા A ઝોનમાં – 1 કેસ, વરાછા B ઝોનમાં 4 કેસ, રાંદેર ઝોનમાં 6 કેસ, કતારગામ ઝોનમાં 3 કેસ, લિંબાયત ઝોનમાં 2 કેસ, ઉધના ઝોનમાં 1 કેસ નોંધાયો છે.
કોરોના કેસમાં અચાનક મોટો ઉછાળો આવતા સુરત તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના વધતાં પ્રકોપને લીધે સુરતમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. જેથી હવે સુરતમાં 4 લોકોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. સુરતમાં સભા કે સરઘસ કાઢવાનો પણ મનાઈ હુકમ પારિત કરી દેવામાં આવ્યો છે. 11 જાન્યુઆરી સુધી 144ની કલમ લાગુ રહેશે તેવુ જાહેરનામું સુરત પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.અને સાથે કડક આદેશ અને અમલવારીના પણ ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).