Home Politics ભાજપ અધ્યક્ષનું વિવાદીત નિવેદન, ભાજપને એક કરોડ મત આપો, અમે ફક્ત 70...

ભાજપ અધ્યક્ષનું વિવાદીત નિવેદન, ભાજપને એક કરોડ મત આપો, અમે ફક્ત 70 રૂપિયામાં દારુ આપીશું

Face of Nation 29-12-2021: જો અમારી પાસે વધુ આવકની બચત છે, તો ફક્ત 50 રૂપિયામાં દારૂ પૂરો પાડીશું. બીજી તરફ બિહારમાં ગઠબંધનની નીતિશ સરકાર દારૂબંધીને લઇને ચર્ચામાં રહે છે. તો આંધ્ર પ્રદેશના ભાજપ નેતાએ દારૂને લઇને એવુ નિવેદન આપ્યું છે કે ત્યારબાદ ભાજપની મુશ્કેલીઓ વધી શકે છે. આંધ્ર પ્રદેશના ભાજપ અધ્યક્ષ સોમૂ વીરરાજૂએ મતદાતાઓને ભાજપને મત આપવાની અપીલ કરી છે. તેમણે વિજયવાડામાં થયેલા એક કાર્યક્રમ દરમ્યાન કહ્યું કે જો તમે ભાજપને મત આપીને જીતાડો છો તો રાજ્યમાં દારૂ સસ્તી થઇ જશે.