Home Uncategorized નવા વર્ષની પાર્ટીમાં ડ્રગ્સ વેચાય તે પહેલા પોલીસે 6 ડ્રગ પેડલરને પકડી...

નવા વર્ષની પાર્ટીમાં ડ્રગ્સ વેચાય તે પહેલા પોલીસે 6 ડ્રગ પેડલરને પકડી પાડ્યા, અમદાવાદમાં વેચવાનો હતો પ્લાન

Face of Nation 29-12-2021: 31 ડિસેમ્બરની પાર્ટીને લઈ ડ્રગની હેરાફેરી કરનાર કોસ્મેટિકના વેપારી સહિત 6 લોકોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મહત્વનું છે કે વેપારી છેલ્લા 2 વર્ષથી ડ્રગના રવાડે ચઢેલો હતો અને ડ્રગ્સનું વેચાણ પણ કરતો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મેમનગર પાસેથી ચરસના જથ્થા સાથે 6 લોકોની ધરપકડ કરી છે. જોકે આ કિસ્સો ડ્રગ્સના બંધાણી બાળકોના માતા-પિતા માટે લાલ બત્તી સમાન છે. કારણ કે વેપારી પુત્ર પણ આ રેકેટમાં પકડાયો છે. હાલ માં ક્રાઈમ બ્રાન્ચે 500 ગ્રામ ચરસ સાથે કુલ 11 લાખના મુદ્દામાલ સાથે આ તમામ લોકોની ધરપકડ કરી હતી. પકડાયેલ શખ્સો રાધનપુરથી ચરસનો જથ્થો લાવીને અમદાવાદમાં વેચવાના હતા. જોકે આ અંગે ક્રાઇમ બ્રાન્ચની ટીમને હકીકત મળી કે  રાજસ્થાનથી ગુજરાતમાં ચરસ આવ્યા હોવાની વાત સામે આવી રહી છે.

પોલીસ કસ્ટડીમાં રહેલા આ છ આરોપી પૈકી મેહુલ રાવલ ખેતી કરે છે અને મહેસાણાનો રહેવાસી છે. તે પોતાના મિત્રો કુણાલ પટેલ, અર્જુન સિંહ ઝાલા અને બ્રિજેશ પટેલ સાથે મળી આ ડ્રગ અમદાવાદમાં લાવીને હર્ષ શાહ અને અખિલ ભાવસારને આપવાના હતા. જોકે આરોપી હર્ષ શાહ મૂળ કોસ્મેટિકનો વેપારી છે અને છેલ્લા 2 વર્ષથી ડ્રગનું સેવન કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

મહત્વની વાત એ છે કે શહેરમાં પોષ વિસ્તાર એસ જી હાઇવે, ગુરુકુળ અને સિંધુ ભવન સહિત અન્ય જગ્યા ડ્રગનું વેંચાણ કરવાનું ટાર્ગેટ રાખી પોતે પણ ચરસના બંધાણી થઈ ગયા હતા. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે માત્ર આ પેડલરોની ધરપકડ કરી છે. પરંતુ રાધનપુરનો મૂળ ડ્રગ માફિયા ફરાર છે અને જેને શોધવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્ય સુત્રધારની ધરપકડ અને વધુ પૂછપરછ બાદ જ વધુ ખુલાસા સામે આવી શકે તેમ છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).