Face of Nation 30-12-2021: ગુજરાતમા પેપર લીકના કૌભાંડો બાદ અસિત વોરાના રાજીનામાની માંગણી સાથે આમ આદમી પાર્ટીએ મોરચો માંડ્યો હતો. યુવરાજસિંહે 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ સરકારે પેપર લીક મામલે કાર્યવાહી શરૂ કરતાં તેમના અલ્ટિમેટમનું સુરસુરિયું થઈ ગયું હતું. ભાજપ કાર્યાલય કમલમ પર હુલ્લો બોલાવનાર આપના નેતાઓ અને કાર્યકર્તાઓને જેલભેગા કરવામાં આવ્યા હતા. ત્યારે આખરે 11 દિવસ બાદ આપના 55 નેતાઓ અને કાર્યકર્તાઓને સેશન્સ કોર્ટ ગાંધીનગર દ્વારા શરતી જામીન મંજુર કર્યા છે.
ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં દેખાવો કરનાર આપના નેતાઓ આજે જેલમુક્ત થશે. આમ આદમી પાર્ટીના 55 નેતાઓ અને કાર્યકર્તાઓને ગાંધીનગર સેશન્સ કોર્ટે શરતી જામીન આપ્યા છે. ઇસુદાન ગઢવી,ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓને જામીન મળ્યા છે. આ મામલે તેમના વકીલે જણાવ્યું કે, ફરિયાદી પક્ષે કરેલી કેટલી વાતોમાં કોઇ તથ્ય નથી. ઇસુદાન સામે પ્રોહિબિશનનો ફરિયાદમાં કોઇ ઉલ્લેખ નથી. આજ સાંજ સુધીમાં તમામ લોકો ઘરે જઇ શકશે. ફરિયાદી પક્ષથી ગાંધીનગરમાં એન્ટ્રી ન થવાની શરત હોઇ શકે છે.
10 દિવસ પહેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓએ હોબાળો મચાવ્યો હતો. આ કેસમાં ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિત 55 આપ નેતાઓની અટકાયત કરાઈ હતી. આમ આદમી પાર્ટીના 500 થી વધુ કાર્યકર્તાઓએ કમલમમાં હુરિયો બોલાવ્યો હતો. જેમાં પોલીસે 65 પુરુષો અને 28 મહિલાઓ મળીને કુલ 93 જેટલા કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. 20 ડિસેમ્બરથી તમામ નેતાઓ જેલના સળિયા પાછળ હતા. ત્યારે આજે ગાંધીનગર સેશન કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે.
હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટનામાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના રાજીનામાની આપની માંગ સાથે સાત દિવસથી આમરણાંત ઉપવાસ કરનાર મહેશ સવાણીની તબિયત મંગળવારે લથડી હતી. જેના બાદ તેમને એસવીપી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે એસવીપી હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ ઋષિભારતી બાપુ સહિતના સંતોએ તેમને બુધવારે પારણા કરાવ્યા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).