Face of Nation 30-12-2021: રાષ્ટ્રીય રાજનીતિમાં એક મોટો વળાંક જોવા મળી રહ્યો છે. આ વળાંક NCP અધ્યક્ષ શરદ પવારના નિવેદન બાદ આવ્યો છે. શરદ પવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરતાં કહ્યું કે, તેઓ પ્રધાનમંત્રી મોદીની આગવી કાર્યશૈલીથી પ્રભાવિત થયા છે. તેમણે જણાવ્યું છે કે, પીએમ મોદી હંમેશા પોતાના સહયોગીને લઇને ચાલે છે. મોદી જેવી કાર્યશૈલી અગાઉના પ્રધાનમંત્રીઓમાં જોવા નહોતી મળતી. નરેન્દ્ર મોદીની પ્રશાસન પર સારી પકડ છે. પ્રશાસન પર સારી પકડ એ નરેન્દ્ર મોદીનો મજબૂત પક્ષ છે. પ્રધાનમંત્રી એક વખત કાર્ય શરૂ કરે તા કાર્ય પૂર્ણ કરે ત્યાં સુધી તને પૂર્ણ સમય આપે છે.
શરદ પવારે વધુમાં કહ્યું હતું કે, મોદી પાસે પોતાના સાથી પક્ષોને સાથે લેવાની અલગ રીત છે અને તે શૈલી મનમોહન સિંહ જેવા ભૂતપૂર્વ વડાપ્રધાનોમાં નહોતી.તેમણે કહ્યું કે મારા સિવાય યુપીએ સરકારમાં અન્ય કોઈ મંત્રી નથી જે મોદી સાથે વાત કરી શકે કારણ કે તેઓ મનમોહન સિંહ સરકાર પર સતત પ્રહારો કરતા હતા. પવારે કહ્યું કે હું અને તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહનો મત હતો કે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે બદલાની રાજનીતિ ન રમવી જોઈએ.
સાથે જ શરદ પવારે એમ પણ કહ્યું છે કે તેમણે મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નેહરુની વિચારધારા નહીં પણ કોંગ્રેસ છોડી છે. પવારે કહ્યું કે તેમણે કોંગ્રેસ છોડી દીધી છે પરંતુ મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુની વિચારધારા ક્યારેય છોડી નથી. પોતાની સાથે જોડાયેલી એક ઘટનાને સંભળાવતા તેમણે કહ્યું કે તેઓ 1991માં ક્યારેય મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી તરીકે આવવા માંગતા ન હતા પરંતુ તેમણે પડકાર સ્વીકાર્યો અને મહારાષ્ટ્ર પરત ફર્યા(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).