Home Uncategorized અમદાવાદ માઇક્રોકન્ટેઈન્મેન્ટ ઝોનમા વધારો, શહેરમાં કુલ 21 માઇક્રોકન્ટેઈન્મેન્ટ ઝોન થયા

અમદાવાદ માઇક્રોકન્ટેઈન્મેન્ટ ઝોનમા વધારો, શહેરમાં કુલ 21 માઇક્રોકન્ટેઈન્મેન્ટ ઝોન થયા

Face of Nation 30-12-2021: રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 571 કેસ સામે આવતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે, એક્ટિવ કેસની સંખ્યા 2371 સુધી પહોંચી ગઈ છે. અમદાવાદમાં સૌથી વધુ 278 કેસ આવતા તંત્ર સાબદું બન્યું છે. રાહતના સમાચાર એ છે કે આજે કોઈ પણ કેસ ઑમિક્રૉનનો નોંધાયો નથી. જો કે આજે કોરોના કેસ વધતા અમદાવાદ શહેરમાં એક સાથે 10 માઈક્રોકન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. આ સાથે જ શહેરમાં કુલ 21 જેટલા માઈક્રોકન્ટેઈન્ટમેન્ટ ઝોન થયા છે. સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં માઇક્રોકન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર થયા છે ત્યારે સેટેલાઈટ, જોધપુર, મકરબા, શિવરંજની, વસ્ત્રાપુર વિસ્તારમાં કોરોના કેસ જાહેર કરવામાં આવ્યા છે.

કોરોના અને ઓમિક્રોન વેરિયન્ટના કેસો રાજ્યમાં સતત વધી રહ્યા છે. રાજ્ય અને અમદાવાદમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે એએમસી એક્શનમાં આવી છે. આને લઈ AMCએ કોરોના ટેસ્ટિંગ શરૂ કર્યા છે. અમદાવાદ શહેરમાં કોરોના કેસનો વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું છે શહેરમા માઇક્રોકન્ટેનમેન્ટ ઝોનમાં વધારો થઈ રહ્યો છે તે પણ એક ચિંતાનો વિષય છે. ઇસનપુર, આંબલીના અમુક વિસ્તારોના ઘણા લોકોને માઇક્રોકન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકી દેવામાં આવ્યા છે. ઇસનપુરના 37, આંબલીના 38 લોકો માઇક્રોકન્ટેઈન્મેન્ટ ઝોનમાં રાખવા આવ્યા હતા ગઈ લાતે શહેરમાં કુલ 11 માઇક્રોકન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે આજે 10 માઈક્રોકન્ટેઈન્ટમેન્ટ ઝોન થયા છે. આ પહેલા ચાંદલોડિયાની આઈસલેન્ડ, દિવ્ય જીવન સોસાયટીમાંને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં કરવામાં આવી હતી. તો આજે શહેરમાં કેટલાક વિસ્તારો માઈક્રોકન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે.

અમદાવાદ શહેરમાં 269 અને ગ્રામ્યમાં 9 કેસ, સુરત શહેરમાં 74 અને ગ્રામ્યમાં 4 કેસ, વડોદરા શહેરમાં 41 અને ગ્રામ્યમાં 9 કેસ નોંધાયા છે. ત્યારે આ ત્રણેય જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 97 કેસ નોંધાયા છે પણ છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનનો એકપણ કેસ સામે નહી આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ રાજ્યમાં 53 ઓમિક્રોન એક્ટિવ કેસ છે જ્યારે કુલ 44 દર્દીઓ ઓમિક્રોનના ભરડામાંથી મુક્ત થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે.ઓમિક્રોનના અમદાવાદમાં સૌથી વધુ 33 કેસ નોંધાયા છે જ્યારે બીજા નંબરે વડોદરામાં કુલ 21 કેસ બહાર આવ્યા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).