Face of Nation 31-12-2021: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પૂર્ણ સ્વામિત્વ વાળી સહાયક કંપની રિલાયન્સ એનર્જી સોલાર લિમિટેડે યુકેની ફેરાડિયનનો 100 ટકા હિસ્સો ખરીદવા માટે એક કરાર કર્યો છે. RNESL સોડિયમ આયન બેટરી ટેક્નોલોજી પૂરી પાડતી ફેરાડિયન લિમિડેટનું 10 કરોડ પાઉન્ડની એન્ટરપ્રાઇઝ કિંમતે અધિગ્રહણ કરશે. ખરીદી અંગે કરાર કરતા RILની સબ્સિડિયર કંપનીના 88.92% ઇક્વિટી શેર માટે 8.39 કરોડ પાઉન્ડ ચૂકવશે. આ સોદો જાન્યુઆરી 2022માં પૂર્ણ થવાની સંભાવના છે. બાકીના 11.08 ટકા સ્ટેકની ખરીદી આગામી ત્રણ વર્ષમાં 1.045 કરોડ પાઉન્ડ કિંમતે ખરીદવામાં આવશે.
આ ઉપરાંત રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર 3.15 કરોડ પાઉન્ટના રોકાણ સાથે ફેરાડિયન કંપનીના નવા શેરના અધિગ્રહણ માટે પણ સહમત છે. જેમાંથી 2.5 કરોડ પાઉન્ડ રકમ ગ્રોથ કેપિટલ તરીકે નાખવામાં આવશે, જ્યારે બાકીની રકમનો ઉપયોગ દેવું અને અન્ય ખર્ચ ચૂકવવા માટે કરવામાં આવશે.
આ અધિગ્રહણથી રિલાયન્સ પોતાની ફુલ્લી ઇન્ટીગ્રેટેડ એનર્જી સ્ટોરેજ ગીગા ફેક્ટરીમાં Fardion કંપનીની સ્ટેટ ઑફ ધ આર્ટ ટેક્નોલોજીની ઉપયોગ કરી શકશે. કંપનીની ઇન્ટીગ્રેટેડ એનર્જી સ્ટોરેજ ગીગા ફેક્ટરી જામનગર ખાતે બની રહેલા ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કૉમ્પ્લેક્સ પ્રોજેક્ટનો હિસ્સો છે.
ફેરાડિયન એ દુનિયાની અગ્રણી બેટરી ટેક્નોલોજી કંપનીઓમાંની એક છે. કંપની ઇંગ્લેન્ડમાં શેફીલ્ડ અને ઑક્સફોર્ડ બહાર સ્થિત છે. કંપની પાસે sodium-ion battery technologyની પેટન્ટ છે.
RIL તરફથી આ મામલે રેગ્યુલેટરી ફાઇલિંગમાં કહેવામાં આવ્યું છે કે, ફેરાડિયન કંપનીની સોડિયમ આયન ટેક્નોલોજીમાં મહારથ હાંસલ છે. કંપનીનો બેટરી પોર્ટફોલિયો ખૂબ મોટો હોવાથી કંપનીને મોટો ફાયદો થશે. 10.30 વાગ્યાની આસપાસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર વધારા સાથે 2360 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો.
આ મામલે રિલયાન્સ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતનું ઓટોમોબાઇલ સેક્ટર હવે ઝડપથી ઇલેક્ટ્રોનિક વાહનોમાં બદલાઈ રહ્યું છે. ઇલેક્ટ્રોનિક વાહનો નવી ટેક્નોલોજીને બહુ ઝડપથી અપનાવી રહ્યા છે. સાથે જ અમે મોબાઇલના મોટા માર્કેટમાંના એક છીએ. આથી આ ટેક્નોલોજીની બેટરી ભારતના બજારમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે. ફારાડિયનની સોડિયમ આયન ટેક્નોલોજી વૈકલ્પિક બેટરીની દુનિયામાં બહુ મોટી ટેક્નોલોજી છે. ખાસ કરીને લિથિયમ-આયન અને લીડ એસિડ બેટરીના વિકલ્પ તરીકે તેને આખી દુનિયામાં જોવામાં આવી રહી છે.”(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).