Home News ફેબ્રુઆરીમાં કોરોના ટોચ પર હશે, ઓમિક્રોનનાં કારણે સ્થિતિ થોડી ગંભીર : ડો....

ફેબ્રુઆરીમાં કોરોના ટોચ પર હશે, ઓમિક્રોનનાં કારણે સ્થિતિ થોડી ગંભીર : ડો. દિલિપ માવલંકરે

Face of Nation 31-12-2021: ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટગતિએ આગળ વધી રહ્યા છે. જેના કારણે ઓમિક્રોનના કારણે સ્થિતિ વધારે વિકટ બની રહી છે. સંક્રમણનો રેટ અગાઉના તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. જો કે હાલની સ્થિતિ જોતા ફેબ્રુઆરીમાં કોરોના ટોચે હશે. જો કે ફેબ્રુઆરી બાદ ધીરે ધીરે કોરોનામાં ઘટાડો આવશે. આ અંગે જણાવતા કેન્દ્રની કોર કમિટીમાં રહેલા ડોક્ટર દિલિપ માવલંકરે જણાવ્યું કે, કોરોનાના આ વેરિયન્ટથી ગભરાવાની જરૂર નથી. આ અંગે તેમણે જણાવ્યું કે, સાઉથ આફ્રિકાની સ્થિતિ ઓમિક્રોનનાં કારણે થોડી ગંભીર છે. તેનાથી વધારે વસતી ગુજરાતની છે. જે ઝડપે કોરોના વધી રહ્યો છે તે જોતા ફેબ્રુઆરીમાં કોરોના ટોચ પર હશે.

જ્યારે દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કોરોના પુરો થશે તેવા ટોચનાં ત્રણ રાજ્યોમાં હશે. આ વખતે કોરોનાના આંકડા રેકોર્ડ સ્થાપિત કરશે. આ કોરોનાનો ચોથો વેવ હશે. જો કે તેમણે કહ્યું કે, ગુજરાતમાં ઓમિક્રોન ઝડપથી વધી રહ્યો છે. જો કે આ કોરોનાના આંકડામાં કોવિડ અને ઓમિક્રોનના કેસ કેટલા છે તે જાણ્યા બાદ જ ટ્રેન્ડની ખબર પડશે. ઓમિક્રોનનાં ટેસ્ટ ઓછા થઇ રહ્યા હોવાથી હાલ ટ્રેન્ડ સ્પષ્ટ નથી થઇ રહ્યો તેવું પણ તેમણે જણાવ્યુંહ તું. જો કે સાથે સાથે તેમણે તે પણ જણાવ્યું કે, હાલ ઓમિક્રોનનાં કુલ કેસ પૈકી અડધા કેસ અમદાવાદમાં છે. આગામી દોઢ મહિનામાં કોરોના પોતાના પીક પર હશે. ત્યાર બાદ ડાઉનફોલ આવશે.

જો કે સૌથી સકારાત્મક સમાચાર છે કે, પેન્ડેમિકમાં સામાન્ય રીતે પેન્ડેમિકમાં ચાર વેવ હોય છે. અમદાવાદમાં તો ચોથી વેવ છે. અહીં પહેલા વેવ એપ્રિલ 2020માં, બીજી દિવાળી 2020 માં અને ત્રીજી એપ્રિલ 2021 આવી હતી. આ દિવાળી 2021 માં સામાન્ય સ્થિતિ રહી હતી. હવે કદાચ આ છેલ્લો વેવ હોય તેવી શક્યતા છે. જેથી આ સકારાત્મક સમાચાર કહી શકાય. આ વેવ બાદ કોરોનાનો એક પણ વેવ નહી આવે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. મોટી મહામારીઓ અત્યાર સુધી આ જ પેટર્નથી ચાલી હોવાનું કોરોનામાં પણ આ પેટર્ન ચાલે તેવી શક્યતા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).