Face of Nation 01-01-2022: દેશવાસીઓને નવા વર્ષ પર ઇન્ડિયન ઓઇલે લોકોને મોટી ભેટ આપી છે. ઇન્ડિયન ઓઇલે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી લોકોને મોટી રાહત મળશે. જોકે, ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
તમને જણાવી દઈએ કે અગાઉ ડિસેમ્બર મહિનામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. ડિસેમ્બરમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, લોકો માટે રાહતની વાત એ છે કે તે સમયે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.
કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી રેસ્ટોરન્ટ માલિકોને રાહત મળી છે.જણાવી દઈએ કે 100 રૂપિયાના ઘટાડા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 2001 રૂપિયા થઈ ગઈ છે. ત્યારે, કોલકાતામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 2077 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1951 રૂપિયા થઈ ગઈ છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).