Face of Nation 01-01-2022: અમદાવાદમાં કોરોના વિસ્ફોટ છતા તંત્ર દ્વારા ફ્લાવર શોના આયોજનનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC એ મોટો નિર્ણય લીધો કે, 8 થી 15 જાન્યુઆરી દરમિયાન ફલાવર શો યોજાશે. રિક્રિએશન કમિટીમાં તાકીદના કામ તરીકે નિર્ણય લેવાયો છે. કોરોના વિસ્ફોટને ધ્યાનમાં રાખીને એક સમયે 400 લોકોને ફ્લાવર શોમાં પ્રવેશ આપવામાં આવશે.
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થયો છે. તેમાં પણ અમદાવાદ ત્રીજી લહેરમાં પણ સૌથી વધુ કેસ સાથે અગ્રેસર છે. એકલા અમદાવાદમાં જ રાજ્યના 50 ટકા કોરોના કેસ આવે છે. છતા તંત્રએ રંગેચંગે ફ્લાવર શોનું આયોજન કર્યુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 8 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર ફલાવર પાર્કમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9 થી રાતના 8 સુધી ફલાવર શો ખુલ્લો રહેશે. જેમાં કોરોના ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને એક સમયે 400 લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. ફ્લાવર શોનો ટિકિટનો ચાર્ટ
પ્રવેશ માટે ફક્ત ઓનલાઈન ટીકીટ જ ખરીદી શકાશે
સોમથી શુક્ર 12 વર્ષ સુધીના બાળકો અને 65 વર્ષથી ઉપરના માટે 30 રૂપિયા ટિકિટ
પુખ્ત વયના માટે સોમથી શુક્ર ટિકિટનો ભાવ 50 રૂપિયા
શનિ-રવિ દરમિયાન બાળકો અને સિનિયર સિટીઝન માટે 50 રૂપિયા ટિકિટ, જ્યારે કે વયસ્કો માટે રૂ.100 ટિકિટ
ટિકિટ ઓનલાઈન મળશે
ફ્લાવર શો જવા માટે પ્લાન કરવાના હોવ તો ખાસ ધ્યાન રાખજો કે, ટિકિટ ઓનલાઈન મળશે. સ્થળ પર ઓફલાઈન ટિકિટ નહિ મળે. ટિકિટ બુકિંગ માટે વેબસાઇટ www.sabarmatiriverfront.com અથવા www.riverfrontparktickets.com સંપર્ક કરવો. અથવા પાર્કની બહાર પાર્કિંગની જગ્યા પર અથવા ગાર્ડન એન્ટ્રી પોઈન્ટ પર ઉપલબ્ધ QR કોડને સ્કેન કરી શકે છે.
અમદાવાદ શહેરમાં સૌથી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. કોરોનાના કેસો વધી રહ્યા છે છતાં પણ હજી સુધી લોકોમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટનસના પાલન અંગે કોઈપણ જાગૃતતા દેખાતી નથી છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો મોટા મોટા કાર્યક્રમો યોજી અને લોકોની ભીડમાં ભેગા થાય અને કોરોના ફેલાય તેવું ઇચ્છી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 8 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી 2022 સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર ફલાવર પાર્કમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. એક તરફ કોરોના છે અને બીજી તરફ આરોગ્ય ની થીમ આપી અને ફ્લાવર શો યોજી ગુરુના ફેલાય તેવી પરિસ્થિતિ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉભી કરવા જઈ રહી છે જેની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે એક તરફ રોજના 300થી વધુ કોરોનાના કેસો અમદાવાદમાં કેટલો આવે છે અને ભીડ ભેગી થાય ન તેનું ધ્યાન રાખવાની જવાબદારી રાજ્ય સરકારની છે છતાં પણ સરકાર અને કોર્પોરેશન આવા ઉત્સવો ઊજવી અને કોરોના ફેલાવવામાં વધુ રસ દાખવી રહી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).