Home News ગુજરાતની સ્કૂલોમાં ધોરણ 11 અને 12ના અભ્યાસક્રમમાં નવા શૈક્ષણિક વર્ષથી નવા સાત...

ગુજરાતની સ્કૂલોમાં ધોરણ 11 અને 12ના અભ્યાસક્રમમાં નવા શૈક્ષણિક વર્ષથી નવા સાત વૈકલ્પિક વિષયો દાખલ કરાશે: શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી

Face of Nation 01-01-2022: નવી શિક્ષણનીતિ અંતર્ગત ગુજરાતની સ્કૂલોના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ અને વારસાથી માહિતગાર થાય તે માટે તેમને નવા નવા વિષયો શિખવવામાં આવશે. અગાઉ ધોરણ 6થી 10ના વિદ્યાર્થીઓને વૈદિક ગણિત ભણાવવાની સરકારે જાહેરાત કરી હતી. ત્યારે આ વખતે શૈક્ષણિક વર્ષ 2021-22થી ધો.11માં અને 2022-23થી ધો.12માં વૈકલ્પિક વિષય તરીકે રાજ્યની 223 શાળામાં નવા વિષય દાખલ કરાશે. કુલ 7 જેટલા નવા વિષયો દાખલ કરવાનો રાજ્ય સરકારએ નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરી આ માહિતી આપી છે.

નવી શિક્ષણનીતિ અંતર્ગત 2022-23થી સ્કૂલોમાં તબક્કાવાર બાળકોને વૈદિક ગણિત શીખવવાનો પ્રારંભ કરાશે. જે અંતર્ગત 2022-23થી ધો.6-7-9માં શરૂ કરાશે, ત્યારબાદ 2023-24થી ધો. 8-10માં શીખવાશે. આ ઉપરાંત જરૂર પ્રમાણે વિવિધ ધોરણોમાં બ્રિજ કોર્ષ પણ શરૂ કરાશે, જેથી વિદ્યાર્થીઓને વૈદિક ગણિત શીખવામાં મુશ્કેલી પડે નહીં. સ્કૂલોના વિવિધ ધોરણોમાં તબક્કાવાર વૈદિક ગણિત શીખવાડાશે. જેનો આગામી શૈક્ષણિક સત્રથી તેનો અમલ કરાશે. પ્રથમ ધો. 6-7-9માં અમલ કરાશે. સાથે જ 2022-23માં ધો.7 અને 9માં બ્રિજકોર્ષ શરૂ કરાશે. ઉપરાંત અભ્યાસક્રમની તાલીમ જીસીઇઆરટી દ્વારા યોજાશે.

કોરોનાને કારણે ગુજરાતમાં દોઢ વર્ષ પછી ઓફલાઇન સ્કૂલો શરૂ થઈ છે, જેની શિક્ષણ પર પણ અસર પડી છે. એમાં પણ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું પડ્યું હતું. જોકે ચાલુ વર્ષે સ્કૂલો શરૂ થઈ ગઈ છે, પરંતુ CBSEએ 30 ટકા કોર્સ ઘટાડતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ગુજરાત બોર્ડ સમક્ષ 30 ટકા કોર્સ ઘટાડાની માગ કરી રહ્યા છે. જોકે કોર્સ શિક્ષણ વિભાગે ઘટાડવાની સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી છે, જેને કારણે વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરવી પડશે અને પરિણામ પર પણ અસર પડી શકે છે.

આ સાત વિષયોનો ઉમેરો થશે

એગ્રીકલ્ચર ( પ્રાકૃતિક ખેતી)
એપરલ & મેઈડ UPS & હોમ ફર્નિશિંગ
ઓટોમોટિવ
બ્યુટી એન્ડ વેલનેસ
ઇલેક્ટ્રોનિકસ એન્ડ હાર્ડવેર
રિટેઇલ
ટુરિઝમ એન્ડ હોસ્પિટલીટી(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).