Home Uncategorized WHO એ કહ્યું આ રીતે કોરોનાને હરાવી શકાય, સાથે રહીશું તો આ...

WHO એ કહ્યું આ રીતે કોરોનાને હરાવી શકાય, સાથે રહીશું તો આ મહામારીનું છેલ્લું વર્ષ હશે

Face of Nation 01-01-2022: કોવિડ-19 સામેની આપની સતત ચાલી રહેલી લડાઈનું આ ત્રીજું વર્ષ છે અને આખું વિશ્વ આ મહામારીને હરાવવા માટે લડી રહ્યું છે.

જો કે WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાના વડાએ કહ્યું છે કે આ વૈશ્વિક મહામારીને હરાવવા માટે એ જરૂરી છે કે આપણે અસમાનતાને હરાવીએ. જો આપણે આવું કરી શકીએ, તો આ વૈશ્વિક મહામારીને જરૂરથી હરાવી શકાય એમ છે.

WHOના વડા ટેડ્રોસે કહ્યું છે કે જો આપણે અસમાનતાને હરાવીશું તો આ મહામારી પણ હરાવી જશે. ટેડ્રોસે કહ્યું હતું કે કોઈ પણ દેશ આ રોગચાળાથી બાકી રહ્યો નથી. આપણી પાસે આવા ઘણા હથિયારો છે જેના વડે આપણે તેની સામે પોતાની સુરક્ષા કરી શકીએ છીએ અને તેનો સામનો કરી શકીએ છીએ.

જો આપણે અસમાનતાને હરાવીશું, તો હું માનું છું કે આપણે આ રોગને પન્ હરાવી શકીશું. તેમણે કહ્યું કે આપણે કોવિડ-19 મહામારીના ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો છે. હું માનું છું કે જો આપણે સાથે રહીશું તો આ મહામારીનું છેલ્લું વર્ષ હશે.

ટેડ્રોસે કહ્યું કે કોવિડ-19 એ માત્ર લોકોના સ્વાસ્થ્યની ચિંતા જ નથી કરી, પરંતુ ઘણા લોકોનું નિયમિત રસીકરણ, કુટુંબ યોજનાઓ પણ તેનાથી પ્રભાવિત થઈ છે. તેની અસર તમામ પ્રકારના રોગોની સારવાર પર પણ પડી છે. તેમણે એમ પણ કહ્યું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વિશ્વની પ્રથમ મેલેરિયાની રસી લોન્ચ કરી છે. જો આ રસીનો સમગ્ર વિશ્વમાં ઉપયોગ કરવામાં આવે તો તે દર વર્ષે હજારો લોકોના જીવ બચાવી શકે.