Face of Nation 01-01-2022: ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગતિવિધી તેજ બની છે ત્યારે અખિલેશ સરકારે સત્તામાં આવવા માટે ફ્રીમાં વીજળી આપવાની જાહેરાત કરી છે.. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે નવા વર્ષે સપા કાર્યકર્તાઓને સંબોધન કરતા જાહેરાત કરી કે જો સપાની સરકાર બનશે તો ઘરેલુ વપરાશકર્તાઓને 300 યુનિટ વીજળી ફ્રીમાં આપવામાં આવશે.સાથે જ ખેડૂતોને સિંચાઇ માટે પણ વીજળી ફ્રીમાં આપવામાં આવશે.
સપાની આ મહત્વપૂર્ણ જાહેરાત એટલા માટે ખાસ છે કારણ કે આમઆદમી પાર્ટીએ પણ ઉત્તરપ્રદેશમાં સરકાર બનવા પર 300 યુનિટ વીજળી ફ્રી આપવાનું વચન આપ્યુ હતું. અખિલેશ યાદવે એલાન કર્યુ કે નવા વર્ષે દરેક લોકો કોઇ સંકલ્પ લે છે. ત્યારે અમારો સંકલ્પ એ છે કે જો સપાની સરકાર બનશે તો ઘરેલું વપરાશકર્તાઓને 300 યુનિટ ફ્રીમાં વીજળી આપીશું. તેમણે વધુમાં એમ પણ જણાવ્યુ કે સપાના કહેવામાં અને કાર્ય કરવામાં કોઇ ફરક નથી હોતો. ભાજપ સૌથી વધુ જુઠ્ઠી પાર્ટી છે.
उत्तर प्रदेश में समाजवादी पार्टी की सरकार बनने पर 300 यूनिट घरेलू बिजली मुफ़्त देंगे और इसके साथ में किसानों की पूरी सिंचाई मुफ़्त होगी: सपा प्रमुख अखिलेश यादव, लखनऊ, उत्तर प्रदेश pic.twitter.com/pXQTrdKcl9
— ANI_HindiNews (@AHindinews) January 1, 2022
સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધતા ભાજપ પર નિશાન તાક્યુ હતું. તેઓએ જણાવ્યુ કે તેઓએ સપાના કારોબારી પર રેડ પાડવાની હતી પરંતુ પોતાનો ઉદ્યોગપતિ માર્યો ગયો. આ ડિઝિટલ ઇન્ડિયાની સૌથી મોટી ભૂલ છે.
અખિલેશ યાદવે કાર્યકર્તાઓને ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત થવા માટે આહવાન કર્યુ છે. તેમણે જણાવ્યુ કે જનતાનું જે પ્રમાણે સપાને સમર્થન મળી રહ્યુ છે તે જોતા ઉત્તર પ્રદેશમાં સપાની સરકાર બનશે તે નક્કી છે. તેમજ જે કાર્યકર્તાઓએ પુષ્પગુચ્છ લઇને આવ્યા હતા તેઓ પાર્ટીને પોતાના બૂથ પર જીતાડવાની જવાબદારી લે તેમ પણ જણાવ્યુ. સાથે જ 2022 ઉત્તર પ્રદેશ માટે પરિવર્તનનું વર્ષ સાબિત થશે તેમ વાત કરી હતી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).