Face of Nation 01-01-2022: મહારાષ્ટ્રમાં કોરોના અને ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યાં છે. મહારાષ્ટ્રના 10 મંત્રી અને 20 ધારાસભ્ય કોરોનાથી સંક્રમિત થયા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે શનિવારે આ જાણકારી આપી છે. તેમણે લોકોને સંક્રમણનો પ્રસાર રોકવા માટે કોવિડ પ્રતિબંધોનું પાલન કરવાની અપીલ કરી છે. ભીમા કોરેગાંવ યુદ્ધ સ્મારક વિજય સ્તંભ પર શ્રદ્ધાંજલિ અર્પિત કર્યા બાદ અહીં પત્રકારો સાથે વાત કરતા અજીત પવારે કહ્યુ કે, હું લોકોને અપીલ કરવા ઈચ્છુ છું, કે તેમણે સમજવાની જરૂર છે કે રાજ્યમાં કોરોના ઝડપથી વધી રહ્યો છે, જેના કારણે અમારે વિધાનસભા સત્રને પાંચ દિવસ ઘટાડવું પડ્યું. આટલું નાનું સત્ર રાખવા છતાં 20થી વધુ ધારાસભ્યો અને 10 મંત્રીઓ કોરોનાથી સંક્રમિત થયા છે.
લૉકડાઉન વિશે પૂછવા પર અજીત પવારે જણાવ્યુ કે, જ્યાં સુધી લૉકડાઉન કે પ્રતિબંધોની વાત છે તો ચીફ મિનિસ્ટ્રિયલ લેવલ પર ટાસ્ક ફોર્સની સાથે બેઠક થઈ ચુકી છે. લૉકડાઉન વિશે નિર્ણય લેવા માટે આપણે તે ધ્યાન રાખવું પડશે કે દૈનિક આધાર પર સંક્રમણ ક્યા દરે વધી રહ્યું છે. જો સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધવા લાગે છે તો અનિચ્છાથી સમય આવી જશે કે સરકાર પ્રસાર રોકવા માટે પ્રતિબંધો લગાવે અને કડક નિર્ણય કરે. પરંતુ હું ઈચ્છુ છું કે આવી સ્થિતિ ન આવે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, બધાએ રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા બનાવવામાં આવેલા નિયમો અને દિશાનિર્દેશોનું પાલન કરવું પડશે, ભલે તે ગમે તેવા પ્રકારનો કાર્યક્રમ હોય. તેમણે કહ્યું કે, ભીડ ઘટાડવી પડશે. કોવિડનું આ નવું સ્વરૂપ ઝડપથી સંક્રમિત કરી રહ્યું છે. કોવિડના ઓમિક્રોન વેરિએન્ટના પ્રતિકૂળ પ્રભાવની ચેતવણી આપતા અજીત પવારે કહ્યુ કે, ભૂતકાળમાં પણ આપણે બીજી લહેરની મોટી કિંમત ચુકાવી હતી, જ્યાં આપણે આપણા કેટલાક નજીકના મિત્રો અને સંબંધીઓને ગુમાવ્યા હતા. સરકાર માટે દરેક જીવન મહત્વ રાખે છે. અમારો પ્રયાસ દરેક એકને બચાવવાનો છે. તેમણે કહ્યું કે, કેટલાક રાજ્યોએ પહેલા જ રાત્રી પ્રતિબંધો લગાવી દીધો છે અને દિવસમાં પ્રતિબંધો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં મુંબઈ અને પુણેમાં કોવિડ સંક્રમણ વધુ દેખાયુ છે અને અંતે અન્ય સ્થાળો પર ફેલાય રહ્યું છે, આપણે તેને રોકવાની જરૂર છે. આ વચ્ચે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 22775 નવા કેસ સામે આવ્યા અને 406 લોકોના મૃત્યુ થયા છે.
મહારાષ્ટ્રમાં શુક્રવારે ઓમિક્રોનના ચાર કેસ સહિત કોરોનાના 8067 નવા કેસ સામે આવ્યા, 1766 લોકો સાજા થયા અને 8ના મોત થયા હતા. પ્રદેશમાં સક્રિય કેસ 24509 છે. તો કુલ 65,09,096 લોકો અત્યાર સુધી સાજા થઈ ગયા છે. મુંબઈમાં કોરોનાના 5631 નવા કેસ સામે આવ્યા, 548 સાજા થયા અને એક દર્દીનું મોત થયું છે. અહીં એક્ટિવ કેસ 16441 છે. અત્યાર સુધી 749707 લોકો સાજા થયા છે. મુંબઈમાં કોરોનાને કારણે 16376 લોકોના મૃત્યુ થયા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).