Home Uncategorized સુરતમાં વિદ્યાર્થીઓમાં વધ્યો કોરોના, 13 દિવસમાં 110 વિદ્યાર્થી સંક્રમિત

સુરતમાં વિદ્યાર્થીઓમાં વધ્યો કોરોના, 13 દિવસમાં 110 વિદ્યાર્થી સંક્રમિત

Face of Nation 02-01-2022:સુરતમાં બાળકોમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 13 દિવસમાં 110 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. વિદ્યાર્થીઓના કેસમાં સુરતમાં 9 ઘણો વધારો જોવા મળી રહ્યો છે.

સુરતમાં કોરોનાના રોજીંદા કેસો પણ 100ને પાર પહોંચ્યા છે. 1 જાન્યુઆરી એક જ દિવસમાં 26 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. એક વિદ્યાર્થીની ઓમિક્રોન સંક્રમિત પણ થઇ હતી. જો કે કોઇપણ તકલીફ વગર એ ફરી પાછી સ્વસ્થ થઇ છે.

શાળોમાં વધતા કેસોને લઇ મનપાનું આરોગ્ય તંત્ર ચિંતામાં જોવા મળી રહ્યું છે. સુરત મનપા દ્વારા હવે શાળામાં કેસ આવે તો આખી શાળા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).