Home News મુંબઈમાં એક જ દિવસમાં કોરોના પોઝિટિવના આટલા હજારથી વધુ કેસ નોંધાયા

મુંબઈમાં એક જ દિવસમાં કોરોના પોઝિટિવના આટલા હજારથી વધુ કેસ નોંધાયા

Face of Nation 03-01-2022: દેશમાં મુંબઈમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રવિવારે 24 કલાક દરમિયાન શહેરમાં 8 હજાર 63 લોકો કોરોના સંક્રમણની ઝપેટમાં આવ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે આમાંથી 7 હજાર 176 લોકો એસિમ્પટમેટિક છે એટલે કે તેમનામાં કોરોનાના કોઈ લક્ષણો નથી. આ સિવાય આજે એક પણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો નથી. 24 કલાક દરમિયાન મુંબઈમાં 7 હજાર 176 લોકો કોરોના સંક્રમણને મ્હાત આપવામાં સફળ થયા છે.

અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે શહેરમાં ચેપના 6,347 કેસ અને રવિવારે 27 ટકા વધુ કેસ નોંધાયા હતા.આજે સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 11 હજાર 877 કેસ નોંધાયા છે, જ્યારે 9 લોકોના મોત થયા છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2 હજાર 69 લોકો સાજા થયા છે. આ ઉપરાંત, આજે રાજ્યમાં ઓમિક્રોનના 50 કેસની પુષ્ટિ થઈ છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત લોકોની સંખ્યા 510 પર પહોંચી ગઈ છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).