Home News આરોગ્યમંત્રીએ ઋષિકેશ પટેલે કહ્યું, રસીની કોઈ સાઈડ ઈફેક્ટ નથી, બાળકો માટે...

આરોગ્યમંત્રીએ ઋષિકેશ પટેલે કહ્યું, રસીની કોઈ સાઈડ ઈફેક્ટ નથી, બાળકો માટે સુરક્ષિત

Face of Nation 03-01-2022: આજથી સમગ્ર રાજ્યમાં 15 થી 18 વર્ષના ટીનેજર્સ માટે કોરોના રસીકરણની મેગા ડ્રાઇવનો પ્રારંભ થયો છે. ત્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ મેડિસીટી કેમ્પસની સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં ઉપસ્થિત રહીને ટીનેજર્સ માટેના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં 16 જાન્યુઆરી 2021 થી કોરોના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રભરમાં સુદ્રઢ આયોજનના પગલે  70 ટકાથી વધુ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપીને રક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું છે. રાજ્યમાં પણ અંદાજિત 95% નાગરિકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લગાવી દેવામાં આવ્યો છે. ટીનેજર્સને કાળમુખા કોરોના સામે રસીનું અમોધ અશસ્ત્ર પ્રદાન કરાવ્યા બાદ આરોગ્યમંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં આજે 15 થી 18 વર્ષના અંદાજે ૩૫ લાખ બાળકો માટે કોરોના રસીકરણની મેગા ડ્રાઇવનું આયોજન કરવમાં આવ્યું છે.

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદમાં 15થી 18 વયના અંદાજે 2.32 લાખ જેટલા તરુણોને વેકસીનેશન અંતર્ગત આવરી લેવાશે. વેકસીન માટે કોવિન સોફ્ટવેરના માધ્યમથી તરુણો રજિસ્ટ્રેશન કરાવી શકશે. રજિસ્ટ્રેશન અગાઉ ના કરાવ્યું હોય અને વેકસીન લેવા ઈચ્છુક તરુણોનું ઓનસ્પોટ રજિસ્ટ્રેશન પણ કરી શકાશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અહીં સ્પેશિયલ વોર્ડનું લોકાર્પણ કરીને બાળકોની રસીકરણ શરૂ કરાવ્યું હતું ત્યારબાદ તેમણે વધુમાં વધુ સગીરો વૅક્સિનેશન કરાવે તે માટે અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, 15 થી 18 વયજૂથના કોઈ પણ બાળકો વૅક્સિન કરાવી શકે છે. બાળકો માટેની વૅક્સિન સુરક્ષિત છે. જેની કોઈ આડઅસર નથી.

આ મેગા ડ્રાઇવ અંતર્ગત રાજ્યની શાળાઓ સહિતના અન્ય વિદ્યાર્થીઓ અને ટીનેજર્સને કોરોના રસીકરણ અંતર્ગત વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. 3થી 9 જાન્યુઆરી સુધી ચાલનારી રાજ્યવ્યાપી કોરોના વેક્સિન મેગા ડ્રાઇવમાં રાજ્યનો એક પણ ટીનેજર્સ વેક્સિનના લાભથી વંચિત ન રહી જાય તે માટેના સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલ આ મહાઅભિયાન અંતર્ગત 15થી 18 વયજૂથના બાળકોને હાલ કોવેક્સિનની રસીનો પ્રથમ ડોઝ આપવમાં આવશે. જે માટે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો ઉપલબ્ધ કરાવવામા આવ્યો છે.

રાજ્યમાં અંદાજે 6306થી વધુ સેન્ટરો કાર્યરત કરીને રસીકરણના સેશનનું આયોજન હાથ ધરાયું છે. ટીનેજર્સ ને કોરોના રસીકરણના પ્રારંભ પ્રસંગે સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો રાકેશ જોષી, એડિશનલ ડોક્ટર રજનીશ પટેલ સહિતના તબીબો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

બીજી બાજુ તરૂણોના વેક્સીનેશન શરૂ થયાને 4 કલાક પૂર્ણ થઈ ચૂક્યા છે. ત્યારે એક મહત્ત્વપૂર્ણ સમાચાર છે. રસી લેનારા કોઈ તરૂણને આડઅસર થઈ નથી. દેશના તરૂણોને વેક્સીનરૂપી કવચ અપાઈ રહ્યું છે. તરૂણોને વેક્સીન આપી દેશનું ભવિષ્ય સુરક્ષિત કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. આજે સવારથી શાળાઓમાં વેક્સીન લેવા માટે લાઈન લાગી છે. વિદ્યાર્થીઓને શાળામાં જ વેક્સીન આપવામા આવી રહી છે.

તમને જણાવી દઈએ કે રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ સોમવારે સવારે 7.30 કલાકે રાજ્યવ્યાપી વેકસીનેશનનો પ્રારંભ કરાવ્યો છે. ગાંધીનગર નજીકના કોબા નજીક આવેલી જી.ડી.એમ કોબાવાલા હાઇસ્કુલથી રાજ્યવ્યાપી વેકસીનેશનની શરૂઆત કરી છે. મુખ્યમંત્રી સવારે શાળામાં પહોંચ્યા અને બાળકોના રસીકરણની કામગીરી નિહાળી હતી. મુખ્યમંત્રીએ બાળકો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).