Home Uncategorized આજે લખીમપુર ખેરી કાંડના મુખ્ય આરોપી આશીષ મિશ્રાની CJM કોર્ટમાં પેશી

આજે લખીમપુર ખેરી કાંડના મુખ્ય આરોપી આશીષ મિશ્રાની CJM કોર્ટમાં પેશી

Face of Nation 03-01-2022:  લખીમપુર હિંસા મામલે આજે CJM કોર્ટમાં મુખ્ય આરોપી આશીષ મિશ્રાની પેશી થઈ. આ દરમિયાન SIT ની ટીમે 5000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી જેને પટારામાં ભરીને કોર્ટ સુધી લાવવામાં આવી. ચાર્જશીટમાં અજય મિશ્રા ટેનીના સંબંધી વિરેન્દ્ર શુકલાનું નામ છે.

અત્રે જણાવવાનું કે વિરેન્દ્ર શુકલા લખીમપુરના પલિયાનો બ્લોક પ્રમુખ છે. આ જ વિરેન્દ્ર શુકલા પર 201 હેઠળ ચાર્જશીટ ફાઈલ કરાઈ છે. જ્યારે કુલ 14 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઈ છે. લખીમપુર હિંસા મામલે અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ થઈ છે.

ચાર્જશીટમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશીષ મિશ્રા ઉર્ફે મોનુને મુખ્ય આરોપ ગણાવવામાં આવ્યો છે. એસઆઈટીએ જે ચાર્જશીટ સીજેએમ કોર્ટમાં દાખલ કરી છે તેમાં એક નામ વધારવામાં આવ્યું છે. મંત્રી ટેનીના સંબંધી અને પલિયાના બ્લોક પ્રમુખ વિરેન્દ્ર શુકલાનું નામ પણ ચાર્જશીટમાં છે.

SIT ની ટેમને આ  કેસમાં પહેલી ધરપકડ થયાના 90 દિવસ પૂરા થતા એટલે કે ત્રણ મહિનામાં ચાર્જશીટ દાખલ કરવાની હતી અને તિકુનિયા કાંડને થયે આજે ત્રણ મહિના પૂરા થયા છે. ગત વર્ષ 3 ઓક્ટોબરના રોજ લખીમપુર ખીરી કેતિકુનિયા કસ્બામાં થયેલી હિંસામાં 4 ખેડૂતો અને એક પત્રકાર સહિત 8 લોકોના મોત થયા હતા.

આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ મામલાના સાક્ષીને સુરક્ષા આપવાના નિર્દેશ ઉત્તર પ્રદેશ સરકારને અપાયા હતા. સુપ્રીમ કોર્ટે પ્રદેશ સરકારને કલમ 164 હેઠળ ન્યાયિક મેજિસ્ટ્રેટની સામે અન્ય સાક્ષીના નિવેદનો નોંધાવવાના અને વિશેષજ્ઞો પાસેથી ડિજિટલ પુરાવાની જલદી તપાસ કરાવવાના આદેશ આપ્યા હતા.

લખીમપુર ખીરી જિલ્લાના તિકુનિયા ક્ષેત્રમાં ત્રણ ઓક્ટોબરના રોજ થયેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા. હિંસાની તપાસ માટે વિશેષ તપાસ ટુકડી (SIT) એ આ મામલે 12 અન્ય આરોપીઓની ઓળખ કરી હતી અને તેમની ધરપકડ કરી હતી. આશીષ મિશ્રા ઉર્ફે મોનુ સહિત તમામ 13 આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

નવેમ્બરે આ લખીમપુર ખીરી હિંસા મામલે જિલ્લા અને સત્ર ન્યાયાધીશે મુખ્ય આરોપી કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશીષ મિશ્રા ઉર્ફે મોનુ સહિત ત્રણ આરોપીઓની જામીન અરજી ફગાવી હતી. આ મામલે કોંગ્રેસ સહિત આખો વિપક્ષ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના રાજીનામા પર અડગ છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સતત આ મામલે ટ્વીટ કરતા રહે છે. સંસદના શિયાળુ સત્રમાં પણ આ મુદ્દે ખુબ હંગામો થયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).