Face of Nation 03-01-2022: COVID 19 ના વધતા કેસને જોતા મુંબઈમાં ધોરણ 1થી 9ની શાળા 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે. બૃહદમુંબઈ મહાનગર પાલિકા (બીએમસી) એ સોમવારે આ આદેશ જાહેર કર્યો છે. BMCએ કહ્યું કે ધોરણ 10 અને 12ની શાળાઓ ખુલ્લી રહેશે. મુંબઈમાં શાળાઓ બંધ કરવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે દેશની આ આર્થિક રાજધાનીમાં કોરોનાના કેસ જોર પકડી રહ્યા છે. રવિવારે મુંબઈમાં કોરોનાના લગભગ 8 હજાર કેસ નોંધાયા હતા. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના વડા ચહલે જણાવ્યું હતું કે મુંબઈમાં કોવિડના કેસોમાં ઉછાળા વચ્ચે, ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે શારીરિક શાળા ફરી શરૂ કરવાનો નિર્ણય 31 જાન્યુઆરી 2022 સુધી મુલતવી રાખવામાં આવી છે. ધોરણ 9 કે તેથી વધુના વિદ્યાર્થીઓ માત્ર રસીકરણના હેતુસર જ શાળામાં જઈ શકે છે. ભારતે સોમવારથી 15 થી 18 વર્ષની વય જૂથના લોકોનું રસીકરણ શરૂ કર્યું છે.
BMC જાન્યુઆરીના અંત સુધીમાં 15 થી 18 વર્ષની વય જૂથના તમામ 4.5 લાખ બાળકોને રસી આપવાની અપેક્ષા રાખી રહ્યું છે. મુંબઈમાં બે અઠવાડિયાના ગાળામાં સંક્રમણ દર 1% થી વધીને 17% થઈ ગયો છે. રવિવારે, મુંબઈમાં દરરોજ 8,000 થી વધુ COVID-19 કેસ નોંધાયા હતા.
રવિવારે મુંબઈમાં કોવિડના કેસમાં દૈનિક વૃદ્ધિની સાથે, મહાનગર પાલિકાએ નાગરિકોને કોરોનાના નિયમોનું પાલન કરવા, માસ્ક પહેરવા અને ભીડવાળી જગ્યાએથી દૂર રહેવાની સલાહ આપી છે. ડિસેમ્બરના અંતિમ સપ્તાહથી નોંધાયેલા નવા કેસમાં વૃદ્ધિના પરિણામ સ્વરૂપે નવેમ્બર મહિનાની તુલનામાં ડિસેમ્બર મહિનામાં મુંબઈમાં કોરોના કેસમાં 252 ટકાનો વધારો થયો છે. રાજ્ય સરકારના આંકડા અનુસાર મુંબઈમાં ડિસેમ્બરમાં કુલ 21585 કોવિડ કેસ નોંધાયા, જ્યારે નવેમ્બર મહિનામાં માત્ર 6125 કેસ સામે આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભારતે કોરોના વાયરસ મહામારી વિરુદ્ધ લડાઈની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા સોમવારથી પોતાના 15થી 18 વર્ષના કિશોરોનું રસીકરણ શરૂ કરી દીધુ છે. આ ઉંમર વર્ગ માટે ભારત બાયોટેકની કોવેક્સીન લગાવવામાં આવી રહી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).