Home News વધતાં કોરોના વચ્ચે ધોરણ 9-12ની શાળાઓ બંધ કરવાનો નિર્ણય, બોર્ડની પરીક્ષા થશે...

વધતાં કોરોના વચ્ચે ધોરણ 9-12ની શાળાઓ બંધ કરવાનો નિર્ણય, બોર્ડની પરીક્ષા થશે મોડી

Face of Nation 04-01-2022: ગુજરાત સહિત સમગ્ર દેશમાં જ્યારે કોરોના ફરી એકવાર બેકાબુ થઇ રહ્યો છે. રાજ્યમાં ડેલ્ટા ઉપરાંત ઓમિક્રોન વેરિયન્ટનાં કિસ્સાઓમાં પણ ખુબ જવધારો થઇ રહ્યો છે. તેવામાં દિલ્હી, મુંબઇ, ઓરિસ્સા, પંજાબ અને પશ્ચિમ બંગાળ દ્વારા પણ શાળા અને કોલેજોનાં અલગ અલગ ધોરણોના વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ રાજ્યોમાં તમામ ઓફલાઇન શૈક્ષણિક એક્ટિવિટી અટકાવી દેવામાં આવી છે. જેમાં શાળા સ્તરથી માંડીને કોલેજ સ્તરનો સમાવેશ થાય છે.

આ રાજ્યોમાં ન માત્ર ઓફલાઇન શિક્ષણ પરંતુ શૈક્ષણીક પ્રવૃતિઓ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો કે મેડિકલ અને નર્સિંગ કોલેજોની કામગીરી યથાવત્ત રહેશે. સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોનાના રોજિંદી રીતે 37379 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. જેના કારણે જે પૈકી 1892 કેસ માત્ર અને માત્ર ઓમિક્રોનનાં નોંધાયેલા છે. જે પૈકી મહારાષ્ટ્રમાં સૌથી વધારે 568 કેસ નોંધાયા છે. ત્યાર બા દિલ્હીમાં 382 અને કેરાળામાં 185 કેસ નોંધાયા છે.

તેવામાં સીબીએસઇ દ્વારા પણ પોતાની પરીક્ષાઓ લંબાવવામાં આવી છે. આ પરીક્ષાઓ માર્ચ -એપ્રીલ 2022 દરમિયાન આયોજીત થશે. તેની તારીખ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે. જો કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ઉપરાંત બિહારના બોર્ડ દ્વારા પહેલાથી જ બોર્ડની પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાતમાં પણ શાળાઓ બંધ કરવામાં આવે તેવી માંગ કેટલાક વાલીઓ કરી રહ્યા છે. જો કે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આ અંગે અગાઉ જ સ્પષ્ટતા કરી ચુક્યાં છે કે, વાલીઓ ઇચ્છે તો ઓનલાઇન અભ્યાસ કરાવી શકે છે.

જો કે શાળાઓ બંધ કરવા અંગે હજી સુધી કોઇ અધિકારીક નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલ રાજ્યમાં એવી કોઇ કોરોનાની સ્થિતિ પણ નથી તેવામાં શાળાઓ બંધ કરવી યોગ્ય નથી. પરંતુ જો વાલી ઇચ્છે તો બાળકને ઓનલાઇન અભ્યાસ કરાવી શકે છે. આ ઉપરાંત શાળાઓને પણ ટકોર કરી કે તેઓ ઓફલાઇન અભ્યાસક્રમનો આગ્રહ ન રાખે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં અનેક વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ અનેક શાળાઓ બંધ કરવામાં આવી છે. તંત્ર દ્વારા જો કે કોરોનાના વધારે કેસ આવ્યા હોય તેવી જ શાળાઓ બંધ કરવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).