Home News ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડના આરોપ બાદ જીતુ વાઘાણીનું મહત્ત્વપૂર્ણ નિવેદન

ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડના આરોપ બાદ જીતુ વાઘાણીનું મહત્ત્વપૂર્ણ નિવેદન

Face of Nation 04-01-2022: ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડના આરોપ બાદ રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરીને ભરતી કૌભાંડ વિશે માહિતી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે જેટકો દ્વારા જુનિયર એન્જિનિયર અને સિવિલ અને એલેન્ટિકની 352 જગ્યાઓની ભરતી અને 500 જેટલા વેઈટિંગ એમાં રાખવાની જોગવાઈ છે.

જીતુ વાઘાણીએ વધુમાં કહ્યું હતું કે, રાજ્યના 22 સેન્ટરો પરથી આજથી પરીક્ષા શરૂ થઈ છે અને 7 જાન્યુઆરી સુધી આ પરીક્ષા લેવાનારી છે. લગભગ 34 હજારથી વધારે ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. મુંબઈની કંપની દ્વારા ભરતી થઇ રહી છે. આ જ કંપની રેલવે પોલીસ ભારત પેટ્રોલીયમ માટે પણ કામ કરે છે. ભરતી પ્રક્રિયા પારદર્શક બની રહે તે માટે જેટલા સેન્ટર છે ત્યાં સીસીટીવી અને વિડિયો ગ્રાફી ઉર્જા વિભાગ દ્વારા કરાયેલ છે.

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો અભિગમ પારદર્શક પરીક્ષા લેવાનો છે. તેમણે આજના આક્ષેપ વિશે જણાવ્યું હતું કે, જે માહિતી હશે તે એકત્ર કરી ભુતકાળમાં પગલાં લીધા છે, તેવી રીતે આગામી સમયમાં પગલા લેવાશે. યુવરાજ સિંહ દ્વારા ઓનલાઈન પરીક્ષામાં કૌભાંડ થયું હોવાના આક્ષેપ પર તેમણે જણાવ્યું હતું કે ઓન લાઇન પરીક્ષા હતી માટે જવાબ સાચા છે કે કેમ તે પણ ઉમેદવાર ઓનલાઇન જોઇ શકે છે. આજથી શરૂ થયેલી પરીક્ષામાં ગેરરીતીના આક્ષેપ છે તેની તપાસ કરાશે.

યુવરાજ સિંહે ઉર્જા વિભાગમાં વિવિધ ભરતીઓમાં કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપ વચ્ચે અમે ઉર્જા મંત્રી સાથે આ અંગે વાત થઇ છે. આવતી કાલથી લેવાનાર બાકીની પરીક્ષામાં કોઇ ગેર રીતી ન થાય તે માટે પગલાં લેવાશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).