Face of Nation 05-01-2022: ભારતમાં કોરોનાના કેસ વળી પાછા રેકોર્ડ તોડવા લાગ્યા છે. દેશમાં આજે કોરોનાના નવા 58 હજારથી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર, દિલ્હી, બંગાળ, કર્ણાટક, તમિલનાડુમાં કોવિડ કેસોની સંખ્યામાં વધારાના કારણે આ ઉછાળો નોંધાયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 58,097 કેસ નોંધાયા છે. હાલ દેશમાં 2,14,004 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. જો કે એક દિવસમાં 15,389 દર્દીઓ રિકવર પણ થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 534 દર્દીઓના મોત થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં દેશમાં કુલ 4,82,551 મૃત્યુ થયા છે. જ્યારે 3,43,21,803 દર્દીઓએ સાજા થવામાં સફળતા મેળવી છે. હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ 4.18% છે.
India reports 58,097 fresh COVID cases, 15,389 recoveries, and 534 deaths in the last 24 hours
Daily positivity rate: 4.18%
Active cases: 2,14,004
Total recoveries: 3,43,21,803
Death toll: 4,82,551Total vaccination: 147.72 crore doses pic.twitter.com/3cLdlq6Bxm
— ANI (@ANI) January 5, 2022
દેશમાં મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, કેરળ, ગોવા, પંજાબ અને તેલંગણાના કેસ મળીને જ કોવિડના 50 હજાર કરતા ઉપર નવા કેસ થઈ ગયા. કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન હાલ ચિંતાનો વિષય બનેલો છે.
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કહેરને રોકવા માટે દેશમાં રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 147.72 કરોડ ડોઝ અપાયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).