Face of Nation 05-01-2022: ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેને જોતા કેન્દ્ર સરકારે કોવિડ-19 સંક્રમણ અંગે નવી ગાઈડલાન બહાર પાડી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી નવી ગાઈડલાઈન મુજબ નવી માર્ગદર્શિકા મુજબ હળવા લક્ષણોવાળા દર્દીઓ ઘર પર જ રહેશે અને દર્દીઓને ટ્રિપલ લેયર માસ્ક પહેરવાની સલાહ અપાઈ છે.
– વૃદ્ધ દર્દીઓને ડોક્ટરની સલાહ પર હોમ આઈસોલેશનની મંજૂરી
– હળવા લક્ષણોવાળા દર્દીઓ ઘરે રહેશે. તેમના માટે પ્રોપર વેન્ટિલેશન જરૂરી છે.
– દર્દીને ટ્રિપલ લેયર માસ્ક પહેરવાની સલાહ.- દર્દીને વધુ પ્રમાણમાં લિક્વિડ લેવાની સલાહ.
– જે દર્દી એચઆઈવી હોય, જેમનું ટ્રાન્સપ્લાન્ટ થયું હોય કે કેન્સર પીડિત હોય તેઓ ડોક્ટરની સલાહ બાદ જ હોમ આઈસોલેશનમાં રહી શકશે.
– લક્ષણો વગરના અને હળવા લક્ષણોવાળા દર્દી જેમનું ઓક્સીજન સેચ્યુરેશન 93 ટકાથી વધુ હોય તેમને હોમ આઈસોલેશનની મંજૂરી છે.
– હોમ આઈસોલેશનમાં રહેતા માઈલ્ડ અને એસિમ્પ્ટોમેટિક દર્દીઓએ જિલ્લા સ્તર પર કંટ્રોલ રૂમના સતત સંપર્કમાં રહવું પડશે. જેથી કરીને તેમને જરૂર પડ્યે ટેસ્ટિંગ અને હોસ્પિટલ બેડ સમયસર ઉપલબ્ધ કરાવી શકાય.
– દર્દીના સ્ટેરોઈડ લેવા પર રોક છે. આ ઉપરાંત ડોક્ટરની સલાહવગર સિટી સ્કેન અને ચેસ્ટ એક્સરે કરાવવાની પણ મનાઈ છે.
– પોઝિટિવ આવ્યા બાદ હોમ આઈસોલેશનમાં 7 દિવસ રહેવા અને સતત 3 દિવસ સુધી તાવ ન આવતા હોમ આઈસોલેશન ખતમ થઈ જતા હોમ આઈસોલેશન પૂરું થયેલું ગણાશે. ફરીથી ટેસ્ટની જરૂર નહીં રહે.
અત્રે જણાવવાનું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 58,097 કેસ નોંધાયા છે. હાલ દેશમાં 2,14,004 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. જો કે એક દિવસમાં 15,389 દર્દીઓ રિકવર પણ થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 534 દર્દીઓના મોત થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં દેશમાં કુલ 4,82,551 મૃત્યુ થયા છે. જ્યારે 3,43,21,803 દર્દીઓએ સાજા થવામાં સફળતા મેળવી છે. કોરોના ડેઈલી પોઝિટિવિટી રેટ હાલ 4.18% છે.
ભારતમાં 199 દિવસ બાદ કોરોના વાયરસના આટલા બધા કેસ નોંધાયા છે. આ અગાઉ 20 જૂન 2021ના રોજ 58,419 નવા કેસ નોંધાયા હતા. આંકડા મજુબ દર્દીઓના સાજા થવાનો દર 98.01 ટકા છે. જ્યારે સંક્રમણનો ડેઈલી પોઝિટિવિટી રેટ 4.18 ટકા અને સાપ્તાહિક રેટ 2.60 ટકા નોંધાયો છે. દેશમાં હાલ કોવિડ-19થી મૃત્યુદર 1.38 ટકા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).