Home News મુંબઈમાં કોરોનાના કેસમાં કૂદકે ને ભૂસકે વધારો, આજે નોંધાયા 15,166 કેસ

મુંબઈમાં કોરોનાના કેસમાં કૂદકે ને ભૂસકે વધારો, આજે નોંધાયા 15,166 કેસ

Face of Nation 05-01-2022: મુંબઈમાં આજે કોરોનાએ પાછળના તમામ દિવસનો રેકોર્ડ તોડ્યો છે. માયાનગરી તરીકે ઓળખાતા મુંબઈમાં આજે કોરોનાના રેકોર્ડબ્રેક 15,166 નોંધાતા હવે લોકડાઉનના ભણકારા વાગી રહ્યાં છે.

મુંબઈમાં ગઈકાલે કોરોનાના 10,860 કેસ નોંધાયા હતા અને આજે આંકડો સીધો 15,000 પર પહોંચી ગયો છે આ રીતે એક દિવસમાં 39 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. જે રીતે મુંબઈમાં કોરોનાના કેસ આવી રહ્યાં છે તે જોતા લાગે છે કે મુંબઈમાં ત્રીજી લહેર શરુ થઈ ગઈ છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકર જણાવી ચૂક્યા છે કે દૈનિક કેસનો આંકડો 20,000ને પાર જશે તો મુંબઈમાં લોકડાઉન લાગુ પાડવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસના કેસનો આંકડો જોતો લાગી રહ્યું છે મુંબઈ હવે લોકડાઉન તરફ જઈ રહ્યું છે.

તો બીજી તરફ દિલ્હીમાં કોરોનાની ઝડપ બમણી થઈ છે. છેલ્લા 24 કલાકમાં 10,665 નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન આઠ લોકોના મોત થયા છે. આ સાથે પોઝિટિવિટી રેટ 11.88 ટકા સુધી પહોંચી ગયો છે. બુધવારે જાહેર થયેલા આરોગ્ય વિભાગના અહેવાલના ડેટાએ પણ કેજરીવાલ સરકારને ચિંતામાં મૂકી દીધી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).