Home Uncategorized સ્મૃતિ ઈરાની કોંગ્રેસ પર લાલઘૂમ, PM મોદીનો જીવ જોખમમાં હતો અને….

સ્મૃતિ ઈરાની કોંગ્રેસ પર લાલઘૂમ, PM મોદીનો જીવ જોખમમાં હતો અને….

Face of Nation 05-01-2022: દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતા શ્રીનિવાસ બીવી પર પલટવાર કર્યો. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે 20 મિનિટ સુધી પીએમ મોદીનો જીવ જોખમમાં હતો ત્યારે કોંગ્રેસ પૂછી રહી છે કે હાઉ ઈઝ ધ જોશ?

સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પર હુમલો કરતા ઘણા સવાલ પૂછયા. તેમણે કહ્યું કે આપણને ખબર છે કે કોંગ્રેસ મોદીને નફરત કરે છે. કોંગ્રેસ પ્રધાનમંત્રી મોદીને નુકશાન પહોંચાડવાની કોશિશ કરી. જ્યારે પીએમ મોદીના કાફલાની સુરક્ષામાં ચૂક થઈ રહી હતી ત્યારે કોંગ્રેસ નેતા ખુશીથી ઉછળી રહ્યાં હતા. તેઓ પૂછી રહ્યાં હતા કે હાઉ ઈઝ ધ જોશ. આ કેવા પ્રકારની ઉજવણી છે.

ઈરાનીએ ક હ્યું કે પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભાંગી પડી છે. ડીજીપીનો દાવો કરે છે કે તેઓ પીએમની સિક્યુરીટી ડિટેઈલ પૂરી પાડવા અક્ષમ છે. કોંગ્રેસે જવાબ આપવો જોઈએ.

કોંગ્રેસ નેતા શ્રીનિવાસ બીવીએ પીએમ મોદીની રેલી સ્થગિત થયા બાદ ભાજપ પર કટાક્ષ કર્યો હતો. શ્રીનિવાસે દાવો કર્યો હતો કે ફિરોઝપુરની રેલીમાં ખુરશીઓ ખાલી હતી તેથી પીએમ મોદીને પાછા જવું પડ્યું. શ્રીનિવાસે ટ્વિટ કરીને લખ્યું કે હાઉ ઈઝ ધ જોશ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).