Face of Nation 06-01-2022: ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.અમદાવાદમાં મોડી રાતથી ઝરમર વરસાદ શરૂ થયો છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પંથકમાં બુધવારે બપોર બાદ વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ હળવો પવન ફુંકાયો હતો. જેને લઈને ડુંગરાળ વિસ્તાર વિજયનગર પંથકમાં ઠંડીનું પ્રમાણ એકાએક વધી ગયુ હતુ. સાથો સાથ તાલુકાના કેટલાક સ્થળે વરસાદનું ઝાપટુ પડવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. હજુ તો આગામી તા.7 થી 9 જાન્યુઆરી સુધીમાં માવઠુ થવાની શકયતા છે. ત્યારે ખેડૂતો પણ કમોસમી વરસાદ ન થાય અને ખેતીના પાકોમાં નુકશાન ન આવે તેમ માની રહયા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, 2 સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે બુધવારે ઉ.ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ઝાપટાં પડ્યાં હતાં. જ્યારે પાટણ અને શંખેશ્વરમાં હળવું ઝાપટું પડ્યું હતું. બુધવારે દિવસભર ધૂંધળા વાતાવરણ વચ્ચે લઘુત્તમ તાપમાન સાડા 3 ડિગ્રી સુધી વધતાં સવારનું તાપમાન 18 ડિગ્રી, જ્યારે ગરમીનો પારો સાડા 4 ડિગ્રી સુધી ઘટતાં દિવસનું તાપમાન 23 થી 24 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડીનો પારો 8 થી 10 ડિગ્રી વચ્ચે રહે છે. પરંતુ ચાલુ સાલે કમોસમી વરસાદની સ્થિતિ બનતાં સામાન્ય કરતાં ઠંડીનો પારો 10 ડિગ્રી વધુ રહ્યો છે.
રાજ્યમાં 5 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. તથા 11 જાન્યુઆરી બાદ 3થી 5 ડિગ્રી તાપમાન ગગડશે. જેમાં રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડશે. જેમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. તેમજ 5 દિવસ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તથા 5 દિવસ બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે.આવી સ્થિતિમાં ઘાસચારો અને ખેતીપાક બગડવાની ચિંતા પણ કિસાનોએ જણાવી હતી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).