Face of Nation 06-01-2022: અમેરિકાના પૂર્વીય શહેર ફિલાડેલ્ફિયામાં એક ભયંકર અકસ્માત સર્જાયો જેમા 7 બાળકો સહિત 13 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ફિલાડેલ્ફિયામાં આવેલ N23rd સ્ટ્રીટના 800 બ્લોકમાં આવેલ 3 માળની ઈમારતમાં ભયંકર આગ લાગી જેમાં 13 જણા બળીને ભડથું થઈ ગયા જે 13માં 7 બાળકો હતા.
ફાયર ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી કમિશનરના કહેવા પ્રમાણે મૃતકોનો આંક વધી શકે છે. કારણકે આગ ઓલવાઈ ગઈ તેમ છતા પણ બિલ્ડિંગોમાંથી ઘણા બધા ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે. હાલ 13 મૃતકો સિવાય બે વ્યક્તિ એવા પણ છે કે જે ગંભીર રીતે ઘાયલ છે. જેથી તેઓ હોસ્પિટસલમાં સારવાર હેઠળ છે.
બિલ્ડિંગમાં જે રીતે આગ લાગી લોકોના મોત થયા તે પરથી ત્યાના સ્મોક ડિટેક્ટર ખરાબ હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણકે જો સ્મોક ડિટેક્ટર યોગ્ય રીકે કામ કરતો લોકો આગ લાગતા પહેલાજ બિલ્ડીંગમાંથી બહાર નિકળી શકતા.
જોકે ફાયર વિભાગને જેવી આગની સૂચના મળી કે તેઓ ઘટના સ્થળે પહોચી ગયા હતા. ફાયર વિભાગ અધિકારીઓ દ્વારા માત્ર 50 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લેવાયો પરંતુ ત્યા સુધીમાં 7 બાળકો સહિત 13 લોકોના મોત થઈ ગયા હતા. સાથેજ ઘણા બધા લોકો ઘાયલ હતા અને ફસાયેલા હતા. જેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે સંમગ્ર મામલે ફાયર ડેપ્યુટી કમિશનર દ્વારા દુખ વ્યક્ત કરવામાં આવ્યું છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે તેમની 35 વર્ષની નોકરીમાં આ સૌથી ખરાબ દુર્ઘટના તેમણે જોઈ છે. 13 લોકો સિવાય અન્ય બે લોકોની હાલત પણ ઘણીજ ગંભીર છે. જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).