Home Politics નવજોત સિંહ સિદ્ધુએ આપ્યું નિવેદન, ખુરશીઓ ખાલી હોવાને કારણે PM મોદીની રેલી...

નવજોત સિંહ સિદ્ધુએ આપ્યું નિવેદન, ખુરશીઓ ખાલી હોવાને કારણે PM મોદીની રેલી રદ્દ

Face of Nation 06-01-2022: પંજાબના હુસૈનીવાલામાં બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચુકનો મામલો સતત વધી રહ્યો છે. આ વચ્ચે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ  શરમજનક નિવેદન આપ્યું છે અને તેને નાટક ગણાવ્યું છે.

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચુકને નાટક ગણાવ્યું છે. સિદ્ધુએ કહ્યુ કે ખુરશીઓ ખાલી હોવાને કારણે રેલી રદ્દ કરવામાં આવી છે.

પંજાબના એડીજીપીના પત્ર પ્રમાણે પંજાબ સરકારને કિસાનોના પ્રદર્શનની પહેલાથી જાણકારી હતી. એડીજીપીના પત્રમાં તે પણ લખવામાં આવ્યું છે કે 5 તારીખે વરસાદના અનુમાનની સાથે કિસાનોના ધરણા છે, તેથી સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવી જોઈએ.

તેનાથી સ્પષ્ટ છે કે પંજાબના એડીજીપી લો એન્ડ ઓર્ડરના પત્રએ પંજાબ સરકારે કાલે કરેલા દાવાની પોલ ખોલી દીધી છે. મહત્વનું છે કે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ દાવો કર્યો હતો કે તેમની પાસે પીએમ મોદીના રોડ માર્ગે ફિરોઝપુર જવાની જાણકારી નહોતી. સીએમ ચન્નીએ કહ્યુ હતુ કે પીએમ મોદીની સુરક્ષામાં કોઈ ચુક થઈ નથી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પંજાબ યાત્રા દરમિયાન સુરક્ષામાં થયેલી ચુકને મામલામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ ચિંતા વ્યક્ત કરી છે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન પહોંચીને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી.

પીએમ મોદીની સુરક્ષામાં ચુકનો મામલો સતત આગળ વધી રહ્યો છે અને હવે તે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. પંજાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચુક મામલાની મેન્શનિંગ ચીફ જસ્ટિસ એમવી રમનાની બેંચની સામે રાખવામાં આવી છે. આ મામલાની સુનાવણી કાલ એટલે કે સાત જાન્યુઆરીએ થઈ શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).