Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવના કેસોમાં 22%નો વઘારો નોંધાયા

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવના કેસોમાં 22%નો વઘારો નોંધાયા

Face of Nation 08-01-2022: દેશમાં કોરોનાની ત્રીજી લહેરે જોર પકડવાનું શરૂ કર્યું છે અને થોડા દિવસોમાં નવા કોરોનાની સંખ્યા લાખોને વટાવી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, કોરોનાના 1,41,986 નવા કેસ નોંધાયા છે. એક સપ્તાહ પહેલા સુધી જે કેસ 22 હજારની આસપાસ હતા તે માત્ર એક સપ્તાહમાં 5 ગણાથી વધુ વધીને 1 લાખને પાર કરી ગયા છે. કોરોનાની સાથે ઓમિક્રોન વેરિઅન્ટના કેસમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. ઓમિક્રોનના 3 હજારથી વધુ કેસ નોંધાયા છે.

દેશમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે ઓમિક્રોનના કેસમાં થોડો વધારો થયો છે અને આજે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, 27 રાજ્યોમાં ઓમિક્રોનના 3,071 નવા કેસ નોંધાયા છે. એવામાં ઓમિક્રોનથી 1,203 દર્દીઓ સાજા થયા છે.

સૌથી વધુ અસરગ્રસ્ત 5 રાજ્યની સ્થિતિ
1. મહારાષ્ટ્ર 

  • શુક્રવારે અહીં 40,925 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા. 14,256 લોકો સાજા થયા અને 20 લોકોનાં મોત થયાં છે.
  • રાજ્યમાં અત્યારસુધીમાં 68.34 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, તેમાંથી 65.47 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 1,41,614 લોકોનાં મોત થયાં છે.
  • અત્યારે અહીં 1,41,492 દર્દી સારવાર હેઠળ છે.

2. પશ્ચિમ બંગાળ

  • શુક્રવારે અહીં 18,213 લોકો સંક્રમિત મળ્યા હતા. એમાંથી 7912 લોકો સાજા થયા છે, જ્યારે 18 લોકોનાં મોત થયાં છે.
  • રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 17.11 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, તેમાંથી 16.40 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 19,864 લોકોનાં મોત થયાં છે.
  • અત્યારે અહીં 51,384 દર્દી સારવાર હેઠળ છે.

3. દિલ્હી

  • શુક્રવારે અહીં 17,335 લોકો સંક્રમિત મળ્યા હતા, જેમાંથી 8951 લોકો સાજા થયા છે અને 9 લોકોનાં મોત થયાં છે.
  • રાજ્યમાં અત્યારસુધીમાં 15.06 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, તેમાંથી 14.41 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 25136 લોકોનાં મોત થયાં છે.
  • અત્યારે અહીં 39,873 દર્દી સારવાર હેઠળ છે.

4. તામિલનાડુ

  • શુક્રવારે અહીં 8981 લોકો સંક્રમિત મળ્યા હતા, જેમાંથી 984 લોકો સાજા થયા છે અને 8 દર્દીનાં મોત થયાં છે.
  • રાજ્યમાં અત્યારસુધીમાં 27.76 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, તેમાંથી 27.08 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 36,833 લોકોનાં મોત થયાં છે.
  • અહીં 30,817 એક્ટિવ કેસ છે.

5. કર્ણાટક

  • શુક્રવારે અહીં 8449 લોકો સંક્રમિત મળ્યા હતા, જેમાંથી 505 લોકો સાજા થયા અને 4 લોકોનાં મોત થયાં.
  • રાજ્યમાં અત્યારસુધીમાં 30.31 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, તેમાંથી 29.62 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 38,362 લોકોનાં મોત થયાં છે.
  • અત્યારે 30,113 દર્દી સારવાર હેઠળ છે.

એક્ટિવ કેસઃ 472169

કુલ ડિસ્ચાર્જઃ 3,44,12,740

કુલ મૃત્યુઆંકઃ4,83,463

કુલ રસીકરણઃ 150,61,92,903 (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).