Home News નવી ગાઈડલાઈન:ગુજરાત હાઇકોર્ટ પછી રાજ્યની તમામ નીચલી કોર્ટની કાર્યવાહી વર્ચ્યુઅલ હાથ ધરાશે..

નવી ગાઈડલાઈન:ગુજરાત હાઇકોર્ટ પછી રાજ્યની તમામ નીચલી કોર્ટની કાર્યવાહી વર્ચ્યુઅલ હાથ ધરાશે..

Face of Nation 08-01-2022: ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહી વર્ચ્યુઅલ કરવાના નિર્ણય બાદ હવે રાજ્યની તમામ નીચલી ફોર્ટની કાર્યવાહી પણ વર્ચ્યુઅલ હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટે આ બાબતે SOP જારી કરી છે અને કોર્ટ પરિસરમાં અને લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. તેની સાથે સાથે સાથે કોઈ એડવોકેટ ગેરહાજર હોય તો ઓર્ડર પાસ ન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં કોરોના વકર્યો છે અને કેસ પણ 5200ને પાર થઈ ગયા છે. ત્યારે રાજ્યમાં ગ્રામ વિકાસ કચેરી માટે રોટેશન પ્રમાણે કર્મચારીઓને ઓફિસ જવા માટે કહેવામાં આવ્યું છે.

અધિકારીઓની સૂચના પ્રમાણે વર્ગ 3 અને તેની નીચેના વર્ગના કર્મચારીઓ માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. તો કોરોના સામે વેક્સિનના બે ડોઝ ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. વેક્સિનના બે ડોઝ લેનાર જ ઓફિસ જઈ શકશે. અધિકારીઓની સૂચના અનુસાર કામગીરી કરવા જણાવાયું છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).