Face of Nation 08-01-2022: કોરોનાએ પોતાને ફરી એકવાર પોતાનો પ્રકોપ શરૂ કરી દીધો છે. જેના લીધે રાજ્યમાં યોજાનારા મોટા કાર્યક્રમો રદ કરવાની ફરજ પડી છે. કોરોનાના વિસ્ફોટ વચ્ચે ગુજરાત સરકારે વાઈબ્રન્ટ સમિટ 2022 મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાતા ફ્લાવર શોને પણ રદ કરવામાં આવ્યો છે. ત્યારે પાટીદારોનો સૌથી મોટો ‘ખોડલ પાટોત્સવ’ વરચ્યુઅલ યોજાવાની જાહેરાત થઈ છે. 21 જાન્યુઆરીએ કાગવડ ખાતે ખોડલધામ પાટોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે, જે કોરોના મહામારીને પગલે હવે વરચ્યુઅલી યોજાશે તેવુ નરેશ પટેલે કહ્યું. સાથે જ મહાસભા મોકૂફ કરવામા આવી છે.
રાજકોટમાં ખોડલધામ પાટોત્સવના આયોજન અંગે સત્તાવાર રીતે આજે જાહેરાત કરવામાં આવી છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે પાટોત્સવ યોજવો કે નહીં તેનો ફેંસલો આખરે લઈ લીધો છે. વર્ચ્યુઅલી પાટોત્સવની ઉજવણીની જાહેરાત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા કરવામા આવી છે. 21 જાન્યુઆરીએ કાગવડ ખાતે ખોડલધામ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારે આજે રાજકોટમાં ખોડલધામ પાટોત્સવને લઈને સમાજ અગ્રણીઓની મીટિંગ યોજાઈ હતી. રાજકોટના સરદાર પટેલ ભવન ખાતે સમાજના ટ્રસ્ટીઓની મિટિંગમાં નિર્ણય લેવાઈ ગયો છે. જેમાં નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. જેમાં કોરોનાને લઈને પાટોત્સવ કેવી રીતે યોજવો તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. મીટિંગ બાદ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે જાહેરાત કરી કે, પાટોત્સવમાં કોવિડ ગાઈડ લાઈન મુજબ જ કાર્યક્રમો કરવામાં આવશે. ખોડલધામના મહાયજ્ઞમાં ગાઈડ લાઈન મુજબ હાજરી આપશે. જોકે, મહા સભા રદ્દ નથી કરતા. પરંતુ આગામી દિવસોમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેનુ આયોજન કરાશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).