Face of Nation 08-01-2022: ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ ઉત્સવના આ પર્વને ઉજવવા લોકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પતંગ અને માંજાની ખરીદી કરવા લોકો બજારોમાં જોવા મળી રહ્યા છે.ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા નાગરિકો માટે અને વેપારીઓ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામુ બહાર પાડતા જણાવ્યુ છે કે, જાહેર માર્ગ પર પતંગ ઉડાવતાં અથવા પકડતા લોકો પર ગુનો દાખલ કરવામાં આવશે. ઉત્તરાયણ નિમિત્તે કેટલાક લોકો જાહેર રસ્તાઓ પર પતંગ ઉડાવતા અથવા પકડતાં જોવા મળે છે. કેટલીક વાર આવા લોકો જાહેર માર્ગ પર પતંગ પકડવામાં અથવા ઉડાવવામાં એટલા મંત્રમુગ્ધ થઈ જાય છે કે, તેમને આસપાસનુ કંઈ ધ્યાન પણ નથી રહેતુ. જેથી માર્ગ પર અકસ્માતો પણ સર્જાય છે. આવા અકસ્માતોના પ્રમાણ ઘટાડવા પોલીસે જાહેરનામુ બહાર પાડ્યુ છે.
આ જાહેરનામા મુજબ,ચાઇનીઝ દોરી, સિન્થેટિક દોરી, નાયલોન દોરીના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. તો આ સાથે જ ચાઈનીઝ તુક્કલના વેચાણ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે વ્યક્તિ કે વેપારી આ જાહેરાનામાનો ભંગ કરશે તો તેમની સાથે કાર્યવાહી થશે. આ સાથે જ જાહેરનામા મુજબ જાહેરમાં ઘાસ નાખવા અને જાહેરમાં પતંગ ઉડાવવા પર કાર્યવાહી થશે
અહીં ઉલ્લેખનિય છે ઉત્તરાયણના પર્વને ધામધૂમ પૂર્વ ઉજવવામાં આવતો હોય છે રાજ્યના અનેક શહેરોમાં લોકો આખો દિવસ પતંગ ઉત્સવના પર્વને ધામધૂમ પૂર્વક ઉજવે છે, અહીં એ પણ મહત્વનું છે કે આ દિવસની મહિલાઓ પહેલા જ તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. ત્યારે કોરોનાકાળ વચ્ચે પણ અમદવાદમાં ઉત્તરાયણના તહેવારની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેમાં પતંગ-રસીકો પણ ભારે ઉત્સુક જોવા મળી રહ્યા છે. પરંતુ કોરોનાનુ ગ્રહણ ઉત્તરાયણ પર પણ આ વર્ષે પડ્યુ છે. અમદાવાદમાં પતંગ-દોરીનો વેપાર કરવા આવતાં યુપીના વેપારીઓ જે દર વર્ષે 2-3 માસ અગાઉ આવતા હતા તેઓએ આ વખતની ઉત્તરાયણમાં માત્ર 1 મહિના પહેલા જ આવવાનુ પસંદ કર્યુ હતુ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).