Home News ઠાકોર પરિવાર બન્યો કાળમૂખી અકસ્માતનો કોળિયો, માતાજીના મંદિરે જતા 3ના મોત

ઠાકોર પરિવાર બન્યો કાળમૂખી અકસ્માતનો કોળિયો, માતાજીના મંદિરે જતા 3ના મોત

Face of Nation 09-01-2022:  ધોળકા બગોદરા હાઈવે પર ઇકો કારને અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માતની મોટી ઘટના બની છે. અકસ્માતમાં 5 વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. ઇકો કારમાં વારસંગનો પરિવાર બરવાળા ખાતે માતાજીના દર્શન કરવા જઇ રહ્યા હતા. ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. ઈજાગ્રસ્તોને 108માં ધોળકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ધોળકા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ખેડાના વારસંગમાં રહેતો ઠાકોર પરિવાર બરવાળા ખાતે માતાજીનાં દર્શને જતા હતા. આ દરમિયાન ધોળકા-બગોદરા હાઈવે પર સાંઈ દર્શન સોસાયટી પાસે વહેલી સવારે ઈકો કાર કોઈ અજાણ્યા વાહન સાથે અથડાઇ હતી. જેના કારણે ગોઝારો અક્સમાત સર્જાયો હતો. જેમાં ત્રણ મહિલા અને બે પુરુષ એટલે પાંચ લોકોનાં મોત થયાં છે.

અકસમાતની જાણ બાદ 108 ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને ધોળકાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પ્રાથમિક જાણકારી પ્રમાણે, ઈકો ગાડીમાં ચાર બાળક, પાંચ પુરુષ અને છ મહિલા હતાં. જેમાંથી ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ સિવાયના તમામને તાત્કાલિક સારવાર માટે ધોળકાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).