Face of Nation 09-01-2022: કોવિડ-19 અને ઓમિક્રોનની ઝડપને કારણે દિલ્હીની સ્થિતિ ચિંતાજનક છે. એટલું જ નહીં, કોરોના બેકાબૂ હોવાના કારણે રાજધાનીમાં નાઇટ કર્ફ્યુની સાથે વીકએન્ડ કર્ફ્યુ પણ લાગુ કરવામાં આવ્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં અત્યારે લોકડાઉન લાદવાનો અમારો કોઈ ઈરાદો નથી. સાથે જ તેમણે લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે. વધુમાં તેમણે કહ્યું કે, આવતીકાલે ફરીથી ડીડીએમએની (DDMA) બેઠક છે, તે બેઠકમાં અમે ફરીથી નિષ્ણાતો સાથે પરિસ્થિતિનો અભ્યાસ કરીશું કે, વધુ શું કરવાની જરૂર છે. કેન્દ્ર તરફથી પણ અમને સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે. અમારો પ્રયાસ લઘુત્તમ નિયંત્રણો લાદવાનો છે જેથી લોકોની આજીવિકા કોઈ પણ પ્રકારની અસર જોવા ન મળે.
આ સિવાય સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આ ચિંતાનો વિષય છે પણ ગભરાવા જેવું કંઈ જ નથી. અગાઉની કોરોના લહેરની તુલનામાં, આ વખતે કોવિડ લહેરમાં મૃત્યુઆંક ઘટી રહ્યો છે અને લોકોને હોસ્પિટલમાં જવાની જરૂરિયાત પણ ઓછી છે. સાથે તેણે કહ્યું કે, હું પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. ચિંતા કરશો નહીં, હું છું ને.
આ દરમિયાન કોવિડના આંકડાઓનો ઉલ્લેખ કરતા કેજરીવાલે કહ્યું કે, શનિવારે કોરોના વાયરસના 20,181 નવા કેસ નોંધાયા હતા. અને સાત દર્દીઓના મોત થયા હતા. આ પહેલા 7 મે 2021 રોજ, જ્યારે 20 હજારથી વધુ કેસ આવ્યા હતા, ત્યારે 341 લોકોએ જીવ ગુમાવ્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે, તે સમયે 20 હજાર બેડ પર કોવિડના દર્દીઓ હતા, પરંતુ હાલમાં કેસ વધ્યા પછી પણ 1500 બેડ પર દર્દીઓ છે. તેથી, ગભરાવાની જગ્યાએ, ધીરજ રાખવાની અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની જરૂર છે.
સીએમએ કહ્યું કે, કોવિડ પોઝિટિવ આવ્યા બાદ તેઓ 7-8 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહ્યા અને હવે કામ પર પાછા ફર્યા છે. તે આ સમયે સ્વસ્થ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).