Face of Nation 10-01-2022: સોમવારે મુંબઈ એરપોર્ટ પર એક મોટો અકસ્માત ટળી ગયો હતો. એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈસી-647ને ગતિ આપવા માટે લવાયેલા ટ્રેક્ટરમાં અચાનક આગ ફાટી નીકળતા તંત્ર અને પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. જેવું ટ્રેક્ટર ફ્લાઈટને પુશ કરવા ગયું કે તરત તેમાં આગ લાગી હતી. સળગી રહેલું ટ્રેક્ટર બરાબર ફ્લાઈટની સામે જ હતું એટલે જો જરા પણ મોડું થયું હોત તો ફ્લાઈટના પ્રવાસીઓ પર તેની અસર પડેત પરંતુ વેળાસર આગ બૂઝાવી દેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ ઘટના વી ૨૬ આર સ્ટેન્ડ પર બની હતી. મુંબઈથી જામનગર જતી ફ્લાઇટને વાહને પુશબેક આપવું પડ્યું હતું. વાહનમાં લાગેલી આગનું કારણ જાણી શકાયું નથી.
#WATCH A pushback tug caught fire at #Mumbai airport earlier today; fire under control now. Airport operations normal. pic.twitter.com/OEeOwAjjRG
— ANI (@ANI) January 10, 2022
આગ લાગતા જ એરપોર્ટ ઓથોરિટી હરકતમાં આવી હતી અને તાબડતોબ ટ્રેક્ટરની આગની બૂઝાવી દેવાઈ હતી નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ હતી કારણ કે જ્યારે આગ લાગી ત્યારે ફ્લાઈટમાં 70થી 80 પ્રવાસીઓ બેઠા હતા.
એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈસી-647 અહેવાલ મુજબ મુંબઈ જામનગરને પુશબેક આપતા વાહનમાં અચાનક આગ લાગી હતી. તે સમયે વિમાનમાં ૮૫ લોકો સવાર હતા. અકસ્માત સમયે એરપોર્ટ પર ગભરાટ ફેલાયો હતો. જોકે એરપોર્ટ પ્રશાસને ઝડપથી આગ બુઝાવી દીધી હતી. સદનસીબે ફ્લાઈટને કોઈ નુકશાન ન થયું. વિમાને બપોરે 12.00 વાગ્યે ઉડાન ભરી હતી.એર ઇન્ડિયાની ફ્લાઇટને પાછળ ધકેલવા માટે તેને આ ટ્રેક્ટરમાં લાવવામાં આવી હતી. આ ટ્રેક્ટર વિમાનની એકદમ નજીક ઊભું હતું. ત્યારે જ અચાનક આગ લાગી હતી. આગ કેવી રીતે લાગી તે અંગે ઓથોરિટીએ હજી સુધી કોઈ ફોડ પાડ્યો નથી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).