Home News ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો યથાવત.. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ચોંકાવનારો આંકડો

ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો યથાવત.. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ચોંકાવનારો આંકડો

ગુજરાતમાં કોરોનાનો આંકડો દિવસેને દિવસે બેકાબુ થઇ રહ્યો છે. રાજ્યમાં 6097 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 1539 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 8,25,702 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે સાજા થવાનો દર પણ ઘટીને 95.09 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં કુલ 3,82,777વ્યક્તિઓને રસીના ડોઝ આપવામાં આવી ચુક્યાં છે.

એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 32469 નાગરિકો એક્ટિવ કેસ છે. જે પૈકી 29 નાગરિકો વેન્ટીલેટર પર છે. 32440 નાગરિકો સ્ટેબલ છે. 825702 નાગરિકો અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. 10130 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજના દિવસમાં બે નાગરિકોના મોત થઇ ચુક્યાં છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 46ને પ્રથમ 464 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 12487 ને પ્રથમ અને 26469 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 68047ને રસીનો પ્રથમ અને 72015 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 15-18 વર્ષના નાગરિકો પૈકી 52256 તરૂણોને પ્રથમ ડોઝ અપાયો હતો. જ્યારે 150993 નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આજના દિવસમાં કુલ 3,82,777 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,35,01,594 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.