Face of Nation 11-01-2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં દેશમાં કોરોનાની સ્થિતિ અને પગલાં અંગે ચર્ચા કરવામાં આવશે. આ પહેલા શનિવારે પીએમ મોદીએ કોરોનાને લઈને અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી.
દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.68 લાખ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 277 લોકોના મોત થયા છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 8 લાખથી વધુ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં PM મોદીએ કોરોના અંગે ગુરુવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે.
ભારતમાં સૌથી વધુ સંક્રમિત રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર ટોચ પર છે. છેલ્લા 24 કલાકમાં અહીં 33,470 કેસ નોંધાયા છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં 19,286, દિલ્હીમાં 19,166, તમિલનાડુમાં 13,990, કર્ણાટકમાં 11,698 કેસ નોંધાયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કોરોનાના વધતા કેસ મામલે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં આરોગ્ય મંત્રી, ગૃહમંત્રી, ગૃહ સચિવ, કેબિનેટ સચિવ સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમીક્રોન વેરિયન્ટને કારણે હાલમાં વધી રહેલાં કોવિડ કેસોને ધ્યાનમાં રાખીને તૈયારીઓ પર વિશેષ ધ્યાન આપવા નિર્દેશ આપ્યા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).