Face of Nation 11-01-2022: ગુજરાતમાં કોરોનાનાં રોજનાં અનેક કેસો સામે આવી રહ્યાં છે. ત્યારે તાજેતરમાં રાજકોટ-મુંબઈ વચ્ચેની એર ઇન્ડિયાની સવારની ફ્લાઇટ 28 ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવી છે. કોરોનાનાં કેસો વધતા મુસાફરો ઘટ્યાં હોવાથી એર ઇન્ડિયા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે હવે માત્ર સાંજે જ એર ઈન્ડીયાની રાજકોટ-મુંબઈ વચ્ચેની ફ્લાઇટ ઓપરેટ થશે.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કોરોનાના કેસોનો વિસ્ફોટ થતા દેશમાં ચારેકોર ચિંતાનો માહોલ છે ત્યારે તેની સીધી અસર ડોમેસ્ટિક ફલાઇટોના મુસાફરો પર જોવા મળી રહી છે. અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ સૌથી વ્યસ્તરૂટમાં ઓપરેટ થતી ફલાઇટોમાં 30 ટકા મુસાફરોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
મુસાફરોની ઘટી રહેલી સંખ્યાને પગલે એરલાઇન કંપનીઓએ એકબીજાનાં સેક્ટરની ફલાઇટો મર્જ કરી ઓપરેટ કરવાનું પણ નક્કી કર્યુ છે. અમદાવાદ એરપોર્ટ પરથી પ્રતિદિન 150થી વધુ ફલાઇટોમાં 18 હજાર પ્રવાસીઓનો ફૂટફોલ છે.
આ સંખ્યામાં દિનપ્રતિદીન વધી રહ્યો હતો ત્યાં જ કોરોનાની સંભવિત ત્રીજી લહરે વચ્ચે અમદાવાદથી ઓપરેટ થતી ફલાઇટોમાં કેન્સલનું પ્રમાણ વધી રહ્યું છે. આજે ગો એરની મુંબઇ, દિલ્હી અને ગોવાની ફલાઇટ રદ કરવામાં આવી હતી, જ્યારે ઇન્ડિગોની રાત્રે લખનૌની ફલાઇટ રદ કરવામાં આવી હતી.
આ તમામ મુસાફરોને ફલાઇટ શેડયુલ ચેન્જનો મેસેજ પણ આવી ગયો હતો. તમામને સવારની લખનૌની ફલાઇટમાં મર્જ કરવામાં આવ્યાં હતાં. જ્યારે સ્પાઇસજેટની ગ્વાલિયરની ફલાઇટ પણ ખરાબ વાતાવરણના પગલે કેન્સલ કરવામાં આવી હતી.
એરલાઇન કંપની સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, માંડ એરલાઇન કંપનીઓ પાટે ચડી હતી ફરીથી કેસો વધતા મુસાફરોની આવનજાવન પર બ્રેક વાગશે. આ રીતે કેસો વધતા જ રહેશે તો પ્રતિદિન દિલ્હી, મુંબઇ, ગોવા સહિતના અન્ય વ્યસ્ત રૂટ છે તેમાં પણ ઘટાડો કરીશું.
વિસ્તારા એરલાઇને સ્પેશિયલ વાઇબ્રન્ટ સમિટમાં દિલ્હીના સેક્ટરની ફલાઇટ શરૂ કરી હતી જે પણ રદ કરાઇ છે. જ્યારે સ્પાઇસજેટની શિલિગુરી અને દિલ્હીની ફલાઇટ અને સ્ટાર એરની કિશનગઢ એરપોર્ટ પર ત્રણ દિવસ રન-વે નોટમ હોવાથી ફલાઇટ બંધ રહેશે જ્યારે બેલેગાંવની ફલાઇટ બેડ વેધરથી કેન્સલ કરવામાં આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).