કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામું આપતા રોકવા માટે કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ
Face Of Nation: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામું આપતા રોકવા માટે કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થઇ ગયો છે. ગુરુવારે કોંગ્રેસ નેતા વિવેક તન્ખાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અને અન્ય નેતાઓને પણ રાજીનામું આપવાનું કહ્યું હતું. જેથી રાહુલ ગાંધી પોતાની રીતે ટીમ પસંદ કરી શકે. હવે કોંગ્રેસના અનેક નેતાઓએ સામુહિક રાજીનામું આપી દીધું છે.
વિવેક તન્ખા બાદ ત્રણ સચિવ, દિલ્હી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાજેશ લિલોઠિયા, તેલંગણા કોંગ્રેસ ઉપાધ્યક્ષ પુનમ પ્રભાકર અને હરિયાણા મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુમિત્રા ચૌહાણે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું.