Face of Nation 12-01-2022: હરિદ્વારમાં થયેલી ધર્મસંસદ અને દિલ્હીના એક કાર્યક્રમમાં મુસ્લિમ સમુદાય વિરુદ્ધ આપત્તિજનક નિવેદનો અંગે સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડની સરકાર સાથે દિલ્હી પોલીસને પણ નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.
અરજીમાં મુસ્લિમ સમુદાય વિરુદ્ધ આપત્તિજનક નિવેદનબાજીની નિષ્પક્ષ SIT તપાસની માગણી કરાઈ છે. અરજીકર્તાએ ભડકાઉ ભાષણો આપનારા લોકોની તત્કાળ ધરપકડ કરવાની અને તેમના પર કેસ ચલાવવાની માગણી કરી છે.
હરિદ્વાર ધર્મ સંસદ મામલે સુપ્રીમ કોર્ટે નોટિસ પાઠવી છે જેના પર હવે 10 દિવસ બાદ સુનાવણી થશે. કોર્ટે એમ પણ કહ્યું કે આ પ્રકારના કેટલાક મામલા પહેલેથી પેન્ડિંગ છે. એ જોવાનું રહેશે કે શું આ મામલાને તેમની સાથે જોડવામાં આવે કે પછી અલગથી સુનાવણી થાય.
અરજીકર્તાના વકીલ કપિલ સિબ્બલે 23 જાન્યુઆરીના રોજ અલીગઢમાં થનારી ધર્મ સંસદ રોકવાની માગણી કરી. કોર્ટે કહ્યું કે આ માટે તેઓ રાજ્ય સરકારને આવેદન આપે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).