Face of Nation 12-01-2022: સત્તા જ્યારે ઉન્માદમાં હોય છે કે સત્તા જ્યારે પ્રજાનો અતિશય પ્રેમ કે વિશ્વાસ મેળવે છે ત્યારે હંમેશા તે એવા કાર્યો કરે છે કે જેનાથી લોકોની સલામતી માટે પ્રશ્ન ઉભો થાય. જો કે આવા સમયે લોકો પણ એટલા જ જવાબદાર બને છે. કેમ કે, સત્તા તો બેદરકાર હતી જ અને સત્તા બેદરકારી ભર્યા નિર્ણયો પણ લઈ રહી હતી પરંતુ પ્રજા સતત નિષ્ક્રિય રહી અને સમગ્ર વિશ્વને હચમચાવી નાખનાર કોરોનાના મામલે બેદરકારી દાખવી. જેથી આજે કોરોનાના કેસોના ઉછાળા મામલે સત્તા પછી પહેલા પ્રજા ખુદ જવાબદાર છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. આજે કોરોનાના ગુજરાતમાં 10 હજાર કેસો નોંધાયા છે અને 4 લોકોના મૃત્યુ થયા છે.
ગુજરાતમાં કોરોના ની ત્રીજી લહેર એ બીજી લહેર કરતા પણ વધારે ઝડપી જોવા મળી રહી છે. આજે ગુજરાતમાં છેલ્લા 24 કલામાં 9941 કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે. આજે રાજ્યના 25 જિલ્લામાં દૈનિક કેસનો આંકડો ડબલ ડિજિટમાં નોંધાયા છે. જે એક ચિંતાનો વિષય છે.
આજે માત્ર અમદાવાદ અને સુરતમાં ચાર ડિજિટમાં કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો સૌથી વધુ 3843 કેસ નોંધાયા છે. ત્યાં જ સુરત શહેરમાં 2505 કેસ નોંધાયા છે. વડોદરા કોર્પોરેશન 776, રાજકોટ કોર્પોરેશન 319, સુરત 265, વલસાડ 218, ભરૂચ 217, ગાંધીનગર કોર્પોરેશન 150, નવસારી 147, ભાવનગર કોર્પોરેશન 130, કચ્છ 105, મોરબી 102 કેસ નોંધાયા છે.
આજે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 4 દર્દીઓ કોરોના સામે જંગ હાર્યા છે મોતનો કુલ આંકડો 10137એ પહોંચ્યો છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 43726 કેસ છે. જેમાથી 51 દર્દી વેન્ટિલેટર પર છે. ત્યાં જ 43675 દર્દીની સ્થિતિ સ્ટેબલ છે. રાજ્યમાં રિકવરિ રેટ 93.92એ પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 8,31,855 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
ગુજરાતમાં બીજી લહેરમાં મૃત્યુ દર ઊંચો હતો જેની સરખામણીએ ત્રીજી લહેરમાં મોતની સંખ્યા ઓછી નોંધાય છે. પરંતુ તકેદારી રાખવી એ જરૂરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).