Home Uncategorized કોરોનાએ ગુજરાતને બાનમાં લીધું, વધતા જતા કેસો વચ્ચે આજે 24 હજારથી વધુ...

કોરોનાએ ગુજરાતને બાનમાં લીધું, વધતા જતા કેસો વચ્ચે આજે 24 હજારથી વધુ લોકો પોઝિટિવ, 13ના મૃત્યુ

Face of Nation 20-01-2022 : ગુજરાતને કોરોનાએ બાનમાં લીધું છે. દિવસે દિવસે વધતા જતા કેસો વચ્ચ છેલ્લા 24 કલાકમાં વધુ 24 હજારને કોરોના પોઝિટિવ નોંધાયો છે. શાસકોની નિષ્ક્રિયતા અને પ્રજાની બેદરકારી વચ્ચે વધતા જતા આ કેસોમાં 13ના મૃત્યુ થયા છે.
ગુજરાતમાં ત્રણેય લહેરમાં પહેલીવાર 24 હજાર 485 કેસ નોંધાયા છે. કોરોનાના નવા કેસ નોંધાવવા બાબતે તમામ રેકોર્ડ ધ્વસ્ત થયા છે. હવે કોમ્યુનિટી સ્પ્રેડ થઈ ગયું હોવા સામે કોઈ શંકા નથી. છેલ્લા 24 કલાકમાં 13 દર્દીઓના મોત થયા છે અને 10 હજાર 310 દર્દી ડિસ્ચાર્જ થયા છે. કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંકડો 10 લાખ અને એક્ટિવ કેસનો આંકડો 1 લાખને પાર થયો.
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા.
રાજ્યમાં આજે 24485 કેસ નોંધાતા હવે બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. હવે નવા કેસો 20 હજારને પાર થઈ ગયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).