Face of Nation 22-01-2022 : સુરતમાં ટ્રેકટરચાલક પિતાએ ભૂલથી પોતાની જ ત્રણ વર્ષની માસૂમ દીકરીને કચડી નાખી, પિતાની બેદરકારીથી દીકરી કાળનો કોળિયો બની છે. નવનિર્મિત કોમ્પ્લેક્સમાં ટ્રેકટરચાલક પિતાએ પોતાની જ ત્રણ વર્ષની માસૂમ દીકરીને કચડી નાખતાં દીકરી મૃત્યુ પામી છે. કોમ્પ્લેક્સ કંપાઉન્ડમાં રેતીનું છારું ભરવા ટ્રેકટર રિવર્સમાં લેવા જતાં દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ટ્રેકટર રિવર્સમાં લેવા જતાં એક બાળક ટ્રેકટર નીચે કચડાઈ ગયું હોવાથી બૂમાબૂમ થઈ ગઈ હતી. ઊતરીને જોતાં કાળનો કોળિયો બનેલી માસૂમ પોતાની જ દીકરી શીતલ (ઉં.વ. 3) હતી. લોહીલુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવતાં મૃત જાહેર કરાઈ છે. કોન્ટ્રેકટર રાજુભાઇના માર્ગ દર્શન કામ ચાલતું હોવાનું સુપરવાઇઝરે જણાવ્યું હતું. અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).