Home Sports નીરજ ચોપરા લૌરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2022 માટે નોમિનેટેડ

નીરજ ચોપરા લૌરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2022 માટે નોમિનેટેડ

Face of Nation 03-02-2022 : ગ્રામીણ ભારતના એક નાનકડા ગામમાં જન્મેલા એક બાળક જે માત્ર ફિટ રહેવા માટે  અને પછી ઓલિમ્પિક પોડિયમની ટોચ પર ઊભા રહેવા માટે રમતગમતના ક્ષેત્રમાં પ્રવેશ્યો હતો અને ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત માટે પહેલો સુવર્ણ ચંદ્રક જીતનાર જેવેલિયન થ્રોઅર (ભાલા ફેંકનાર) નીરજ ચોપરા ને ‘2022 – લૌરિયસ વર્લ્ડ બ્રેકથ્રુ ઓફ ધ યર’ એવોર્ડ માટે નામંકિત કરવામાં આવ્યા છે.

વર્ષ – 2022 માટેના આ પુરસ્કાર માટે વિશ્વભરમાં થી કુલ છ એથ્લેટ્સનું નામાંકન કરવામાં આવ્યું છે. આ છ એથ્લેટ્સની યાદીમાં નીરજ ચોપરા ઉપરાંત બ્રિટિશ ટેનિસ ખેલાડી એમ્મા રાદુકાનુ, રશિયન ટેનિસ ખેલાડી ડેનિલ મેદવેદેવ, સ્પેનના યુવા ફૂટબોલર અને એફસી બાર્સેલોના સેન્ટ્રલ મિડફિલ્ડર પેડ્રી, વેનેઝુએલાના ઓલિમ્પિક ચેમ્પિયન જમ્પર યુલીમાર રોજસ અને ઓસ્ટ્રેલિયાના યુવા સ્વિમર એરિયાન ટિટમસનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, નીરજ ચોપરા એ ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ-2020માં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં વ્યક્તિગત ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. આ બહુમાન મેળવનાર બે ભારતીય ખેલાડીમાંનો નિરજ એક છે. આપને જણાવી દઇએ કે તેમના પહેલા અનુભવી ભારતીય શૂટર અભિનવ બિન્દ્રાએ 2008 ઓલિમ્પિકમાં એર રાઈફલમાં ભારત માટે પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ જીત્યો હતો.

આ પણ વાંચો: ભાગેડુઓ ભરણા માટે તૈયાર, તો મોદી સરકાર કેમ ઉદ્દાશીન : SC

23 વર્ષની ઉંમરે ઓલિમ્પિકમાં પ્રવેશ કરી પ્રથમ વખતમાં જ ગોલ્ડ મેડલ અંકે કરનાર નીરજ ચોપરા એ પોતાને નોમિનેટ કરવા મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, લૌરિયસ એવોર્ડ માટે નોમિનેટ થવાથી તેમને આનંદ છે અને ટોક્યોમાં મેં જે હાંસલ કર્યું છે તેના માટે રમતગમતની વિશાળ દુનિયામાં ઓળખાવું એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. વૈશ્વિક સ્તરે મારા દેશનું પ્રતિનિધિત્વ કરવા અને દેશ માટે મેડલ જીતવા માટે સક્ષમ બનવા માટે હું ગૌરવ અનુભવું છું અને હવે લૌરિયસ તરફથી આ માન્યતા મેળવીને અને આવા અસાધારણ એથ્લેટ્સ સાથે પસંદગી પામીને ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).